Martyr Mahipalsinh Vala : મા ભોમની સેવા કરતા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપતા ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા. તેમના પત્ની ગર્ભવતી હતા, અને દીકરીનું મોઢું જુએ તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. ત્યારે આ શહીદના ઘરે એક નાનકડું ફુલ ખીલ્યું છે. શહીદ વીરના ઘરે દીકરીનો જન્મ થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામાલે જવાન મહિપાલસિંહ વાળાની પત્નીએ શુક્રવારે સાંજે બાળકીને જન્મ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

27 વર્ષની નાની વયે થયા શહીદ
જમ્મુ કશ્મીરમાં આતંકી સાથે અથડામણ થતાં અમદાવાદના જવાન શહીદ થયા હતી, વીર સપૂત મહિપાલસિંહ વાળા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના છે. પરંતુ તેઓ અમદાવાદમાં રહે છે. અમદાવાદના ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાનમાં તેમના અંતિમવિધિ કરવામાં આવી હતી. એક શહીદને છાજે તેવી વિદાય વીર જવાનને અપાઈ હતી. 


તલાટીની પરીક્ષા અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર, હવે ઉમેદવારોએ શું કરવુ
 
સંતાનનું મોઢું જોવે તે પહેલાં જ અંતિમ શ્વાસ લીધા 
મૂળ સુરેન્દ્રનગરના મોજીદડા ગામના મહિપાલસિંહનો જન્મ 15 ઓગસ્ટ 1996માં થયો હતો. 15મી ઓગસ્ટના દિવસે જન્મેલા મહિપાલસિંહ નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું જોયું હતું. તેઓ છેલ્લે પોતાના જ સિમંત પ્રસંગમાં અમદાવાદ આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ પત્ની બાળકને જન્મ આપે તે પહેલા જ તેઓ શહીદ થયા હતા. પરંતુ શહીદ વીરના ઘરે દીકરી વીરલબાનો જન્મ થયો છે. શહીદ પતિના કપડાને સ્પર્શ કરીને એક માતાએ દીકરીને હાથમાં લીધી હતી. ત્યારે પરિવાર માટે આ ક્ષણ ભારે ભાવુક બની રહી હતી. 


દ્વારકા મંદિર પર ચઢાવાતી ધજાનું છે ઐતિહાસિક મહત્વ, આવી છે તેની સાથે જોડાયેલી માન્યતા


વીર જવાન મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો છે. ત્યારે આ દીકરીને વિરલબા નામ આપવામાં આવ્યું છે. મહિપાલસિંહના પત્ની વર્ષાબાને જ્યારે હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યારે તેમની પાસે મહિપાલસિંહના કપડા રાખવામાં આવ્યા હતા. વર્ષાબાએ વીરગતિ પામેલા પતિના કપડાને હાથ લગાડ્યા બાદ દીકરીને સ્પર્શ કર્યો હતો. ત્યારે આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો. 


પરિવારે જણાવ્યું કે, જો દીકરી મોટી થશે અને તેને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને મોકલીશું. પતિને ગુમાવનાર વર્ષાબાએ પતિના અંતિમ વિદાય વખતે કહ્યુ હતું કે, જે તેને પુત્ર જન્મશે તો તેને ભારતીય સેનામાં મોકલશે. આમ, ચાર દિવસ પહેલા જે પરિવારે દીકરો ગુમાવ્યો, તે વાળા પરિવારને ફુલ જેવી દીકરીની ભગવાને ભેટ આપી. 


કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના