તલાટીની પરીક્ષા અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર, પાસ થયેલા ઉમેદવારોએ શું કરવું જાણી લો

Government jobs : 3437 તલાટી અને 1181 જૂનિયર કલર્કની પરિક્ષાનું પરિણામ જાહેર... ફાઈનલ સિલેક્ટ લિસ્ટ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરાયું

તલાટીની પરીક્ષા અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર, પાસ થયેલા ઉમેદવારોએ શું કરવું જાણી લો

Gujarat Junior clerk and Talati result announced : જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાના પરિણામો એક સાથે જાહેર કરવામાં આવ્યા છે. પેપરલીક બાદ લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાયો છે. તલાટીમાં કુલ 3467 ઉમેદવારો અને જુનિયર ક્લાર્કમાં 1181 ઉમેદવારો પાસ થયા છે. 

ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલા બે મહત્વની પરીક્ષાઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. શુક્રવારે તેની યાદી બહાર પાડવામા આવી છે. જેમાં કેટલા ઉમેદવારો પાસ થયા તેની માહિતી પણ આપવામાં આવી છે. તલાટી કમ મંત્રીની પરીક્ષામાં 3487 ઉમેદવારો પાસ થય છે. તો જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે 1181 ઉમેદવારો પાસ થયા છે. આ લિસ્ટ બહાર પડતા જ ઉમેદવારોમાં પોતાનું પરિણામ જાણવાની તાલાવેલી જાગી હતી. પોતે પાસ થયા છે કે નહિ તે જાણવામાં તેમને રસ હતો. 

ગઈકાલે સાંજે વેબસાઈટ પર આ પરિણામ મૂકવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 7 મેના રોજ તલાટીની પરીક્ષા લેવાઈ હતી, જેમાં કુલ 8.50 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તો 9 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. જેમાં કુલ 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આમ, હવે પરિણામ આવતા જ ઉમેદવારોમાં ખુશી છવાઈ છે. 

તલાટીની પરીક્ષા પૂરી થતાં જ પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે જૂન મહિનામાં તલાટી મંત્રીની પરીક્ષાનું રિઝલ્ટ આપવાની અમારી નેમ હતી, જે તેમણે આજે સાચી સાબિત કરી હતી.

આ સાથે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એક યાદી પણ જાહેર કરવામાં આવી હતી. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્કનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પરિણામ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો https://gpssb.gujarat.gov.in/ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news