અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આજે એક દુર્ઘટના ઘટી. મણિનગર રેલવે ક્રોસિંગ પાસે બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલુ છે ત્યાં પિલર માટે ઊભું કરેલું લોખંડનું  સ્ટ્રક્ચર ધડામ કરતા પડ્યું. લોખંડના આ સ્ટ્રક્ચર નીચે મહિલા દબાઈ જતા તેને ગંભીર ઈજા થઈ છે. મહિલાને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સાંજના સમયે આ અકસ્માત સર્જાતા ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો જો કે રાહતની વાત એ છે કે મોટી જાનહાનિ ટળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: કોરોનાના કેસમાં ઘટાડો, નવા 260 કેસ નોંધાયા


 


શું તમને ખબર છે ચૌસા કેરીનું નામ 'ચૌસા' કેમ પડ્યું? આ મુસ્લિમ રાજા સાથે જોડાયેલી છે.


મહાઠગ કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, હવે થશે મોટા ખુલાસા!


મળતી માહિતી મુજબ મણીનગરમાં રેલવે ક્રોસિંગથી લઈને રેલવે સ્ટેશન વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ચાલુ છે. આજે સાંજે લગભગ સવા છ થી સાડા છની વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન નિર્માણાધીન પિલર માટે ઊભું કરેલું લોખંડનું એક સ્ટ્રક્ચર પડ્યું. ત્યારે એક મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી અને તે જાળી તેના પર પડી. જાળી નીચે મહિલા દબાઈ. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહિલાને બે પગમાં ઈજા થઈ હતી અને સ્પાઈનમાં ઈજા થઈ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube