ઉદય રંજન/અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ કાંડ સમ્યો નથી ત્યાં વધુ એક બોગસ ડોક્ટર અમદાવાદ માંથી ઝડપાયો છે. મેમનગર વિસ્તારમાં મની ક્લિનિકનો બોગસ ડોક્ટર રુપિયા કમાવવા ડિગ્રી વગર જ દવાખાનું ચલાવતો હતો અને દર્દીઓના આરોગ્ય સાથે ખેલ કરતો હતો .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ VIDEO શ્વાસ રાંકી દેશે! ટ્યૂશન જતા વિદ્યાર્થીને ડમ્પરચાલકે ફૂટબોલની જેમ ઉછાડ્યો


અમદાવાદ શહેરમાં એક તરફ ખ્યાતિ હોસ્પિટલ કાંડ ચર્ચામાં છે, તેવામાં બીજી તરફ શહેરના મેમનગર વિસ્તારમાં બોગસ તબીબ ઝડપાયો છે. તબીબ કોઈપણ પ્રકારની ડીગ્રી કે માન્યતા વિના જ પ્રેક્ટિસ કરતો ઝડપાયો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે કથિત ડોક્ટર અને તેના સાગરીતની ધરપકડ કરી લીધી છે. 


ફરી ગોધરાની ઘટના ચર્ચામાં! 'સાબરમતી રિપોર્ટ' પર PM મોદીનું નિવેદન, દેશભરમાં ચર્ચા


પોલીસને કંટ્રોલ રૂમ મારફતે માહિતી હતી કે મેમનગરના ગોપાલ નગર વિભાગ-4 તરફ જવાના મુખ્ય રસ્તા પર એક દુકાનમાં મની ક્લિનિક નામે દવાખાનું ચાલે છે જે ડોક્ટર બોગસ છે . જેથી ગુજરાત યુનિવર્સિટી પોલીસે સ્ટેડિયમ વોર્ડના આરોગ્ય વિભાગના તબીબોને હાજર રાખીને મની ક્લિનિક દવાખાનાની જગ્યા પર જઈને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસ અને આરોગ્ય વિભાગે દવાખાનું ચલાવતા કથિત ડોક્ટર રોહીદાસ ઢાલી અને તેના સાગરિત લિટોન સમીર બિસ્વા નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. 


અંબાલાલની આગાહી! આવતા મહિને સૂર્ય આવશે પ્રચંડ વાયુવાહક નાડીમાં! ગુજરાતમાં મોટો ખતરો


ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ઝડપાયેલ ડોક્ટર મેડિકલ ડિગ્રી કે એલોપેથી દવા બાબતે કોઈ લાયસન્સ વિના પ્રેક્ટિસ કરતો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી વધારે સમયથી દવાખાનું ચાલી રહ્યું હતું. પોલીસે અને આરોગ્ય વિભાગની ટીમે સયુંકત રીતે તપાસ કરતા 42 હજારની કિંમતનો દવાનો જથ્થો અને સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન સહિતના વિવિધ ઉપકરણો અને સાધનો પણ જપ્ત કર્યા છે.


વેપારના દાતા બુધ થશે ઉદય, 2025 સુધી આ જાતકોને મળશે બમ્પર લાભ, ધનલાભ થશે


તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ ડોક્ટર અને તેની સાથેનો એક વ્યક્તિ મૂળ પશ્ચિમ બંગાળના છે. પોલીસે બન્નેની ધરપકડ કર્યા બાદ વધુ પુછપરછ હાથ ધરી છે.