અતુલ તિવારી, અમદાવાદ: IMA ના સ્ટેટ કોઓર્ડિનેટર ડોકટર મુકેશ મહેશ્વરીએ મીડિયા (Media) સાથે વાત કરતા કહ્યું કે બીજી લહેરમાં રહેલી કમીઓ અને ત્રીજી લહેર (Third Wave) ની શક્યતાઓ છે. ત્યારે તે કેવી રીતે રોકી શકાય એ અંગે ચર્ચા થઈ હતી. જો કે આપણે જેટલી જલદી લોકોને વેકસીન (Vaccine) આપીશું એટલું જ સૌના હિતમાં રહેશે. આગામી દિવસમાં ખાનગી હોસ્પિટલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે અપગ્રેડ કરવું એ અંગે ચર્ચા કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણીતા MD ડોક્ટર ઉર્મેન ધ્રુવએ કહ્યું હતું કે બીજી વેવ (Second Wave) બાદ ત્રીજી વેવ (Third Wave) મ્યુટેટેડ વાયરસના કારણે આવી શકે છે. જો કે ટ્રાન્સપોર્ટેશન વાહન લોકોને મળી રહે એ જરૂરી છે. પૂરતી એમ્બ્યુલન્સ તૈયાર કરવી પડે, બીજી લહેર (Second Wave) માં એમ્બ્યુલન્સ ખૂટી પડી હતી. દર્દીને હોસ્પિટલ સુધી પહોંચવાની સુવિધા ઉપલબ્ધ કરાવી પડશે.

સૌરાષ્ટ્રમાં 16 આની વરસાદ રહેવાના એંધાણ! ચોમાસામાં 36 ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી


બાળકો (Children) માં આગામી લહેર વધુ અસર કરશે એવી વાત છે પણ ડોકટરો આ વાતથી સહમત થતા નથી. જો કે તૈયારીના ભાગરૂપે હોસ્પિટલમાં માતા - પિતા રોકાઈ શકે એવી તૈયારી રાખવી પડશે. 18 વર્ષથી નીચેના માતા પિતાએ વેકસીન ફરજીયાત લઈ લેવી જોઈએ. દરેક વ્યક્તિ સમજી લે કે વેકસીન લેવાથી તમને અને સામેવાળા બંને માટે લાભદાયી છે. 


આસ્ક ફોર માસ્ક (Ask For Mask), કેમકે તમે માસ્ક પહેરો એ પૂરતું નથી, સામેવાળા પણ માસ્ક પહેરે એ જરૂરી છે. કોઈ સેફ નથી જ્યાં સુધી બધાને વેકસીન (Vaccine) ના મળે એ યાદ રાખવું પડશે. દરેક વ્યક્તિએ પોતાને કોઈ રોગ હોય તો પૂરતી મેડિકલ તપાસ કરાવી એ રોગને વધુમાં વધુ કાબુમાં લાવવો જોઈએ.


કેમકે અત્યાર સુધી જોવા મળ્યું કે જેમનામાં જુદા જુદા રોગ કાબુમાં ન હતા એ વધુ મૃત્યુ પામ્યા હતા. લોકો નિશ્ચિત થઈને ફરી રહ્યા છે પણ લોકો ઇમ્યુનિટી (Immunity) વધારવાનો પ્રયત્ન કરે. હોસ્પિટલ ઓક્સિજન (Oxygen) ટેન્ક રાખે એ પણ જરૂરી છે.  



કોવિડ ટાસ્ક ફોર્સ (Task Force) ના મેમ્બર દિલીપ માવલંકરએ જણાવ્યું હતું કે બીજી વેવ પહેલા સૌને હતું કે હવે કોરોનાના કેસો હવે નહીં આવે, ફેબ્રુઆરીમાં કેસ ઓછા થયા હતા તો લાગ્યું કે હવે આ જંગ જીતી ગયા છે. માર્ચ મહિનામાં આંકડાઓ પર નજર ના રાખી, એ મોટી ભૂલ થઈ હતી. કેટલીક બાબતો ધ્યાન આપવી પડે, જેવી કે ખાંસી ઉધરસના કેસો આપણે ગણતા નથી. 


ખાસ એવા કેસ કે ખાંસી અને ઉધરસથી કેટલાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. પોઝિટિવ કેસ અને તેના પરિણામ એમાં પણ રેપીડ અને RTPCR ના કેસનો ડેટા, હોસ્પિટલમાં દાખલ થતા કેસોના આંકડા, વેન્ટીલેટર, વપરાશ ઓક્સિજન અને મૃત્યુના આંક પર બાજ નજર રાખવી પડશે. 

ભાજપ પ્રભારીની મુલાકાત બાદ ગુજરાતમાં બદલાવના સંકેત, વિસ્તરણની અટકળોએ પકડ્યું જોર


પહેલી વેવ (First Wave) કરતા બીજી વેવ (Second Wave) માં અમદાવાદ (Ahmedabad) માં 16 ગણા અને ભારતમાં 4 ગણા કેસ આવ્યા છે, હવે ત્રીજી વેવ આવે તો 30 ગણા કેસ આવે એ રીતે તૈયારીઓ કરવી પડશે. જો કે ત્રીજી વેવ ના આવે તો સારું. ઝડપથી નવી હોસ્પિટલ ઉભી કરી શકાય તેની તૈયારી જરૂરી છે. માસ્ક અને વેકસીનેશન પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. 


બીજી વેવમાં આપણે શીખ્યા કે અંતિમ સમયે કૂવો ખોદવા ના જવાય. આંકડાઓ હશે તો સરળતાથી પહોંચી વળીશું. સર્જીકલ લોકડાઉન એટલે જ્યાં આંકડા વધે ત્યાં લોકડાઉન કરવું પડે, જેથી સંક્રમણ પણ કાબુ ઝડપથી મળી જાય. કોઈપણ શરદી અને ઉધરસ હોય આઇસોલેટ થાવ.

મહિલા નગર સેવકો ભૂલ્યા શબ્દોની મર્યાદા, વિડીયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું


IMA ના નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ગાર્ગી પટેલએ કહ્યું હતું કે ત્રીજી વેવ આવશે એવી શક્યતા છે પણ માત્ર બાળકો જ સંક્રમિત થાય એ શકયતા હાલ અમે નકારીએ છીએ. કોઈ સંશોધન એવું નથી કહેતું કે હવે બાળકો મોટી સંખ્યામાં સપડાશે. બાળકોમાં વધુ અસર નથી જોવા મળતી કેમ કે બાળકોમાં ઇમ્યુનિટી સારી પહેલેથી જ હોય છે. બાળકોમાં મોટાઓ જેવી અન્ય બીમારી વધુ પ્રમાણમાં હોતી પણ નથી. 


કોવિડ (Covid) માં હંમેશા સમય જતાં સ્ટ્રેટેજી બદલવી પડે. 10 થી 17 વર્ષના બાળકો પર થોડા સમય પહેલા એક અભ્યાસ થયો. જેમાં 10 ટકા સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે, જો કે તમામ તૈયારીઓ શરૂ કરાઇ છે એટલે ડરવાની જરૂર નથી. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ત્રીજા વેવ (Third Wave) ની શક્યતાને જોતા તૈયારીઓ શરૂ કરાઇ છે. સિવિલ હોસ્પિટલમાં 246 બેડ બાળકો માટે તૈયાર છે, 60 NISU બેડ તૈયાર છે. ત્રીજી વેવ (Third Wave) માં બાળકો સંપડાય તો તમામને ટ્રેનિંગ પણ આપવાની કાલથી શરૂઆત કરાશે.

વડોદરા કોંગ્રેસના પૂર્વ ખજાનચીને લૂંટીને કઢંગી હાલતમાં ફોટા પાડ્યા, વાયરલ કરવાની આપી ધમકી


ખાનગી હોસ્પિટલના CEO ડોકટર પાર્થ દેસાઈનું કહેવું છે કે એક કંટ્રોલરૂમ બનાવવો પડે, જ્યારે કોઈ પોઝિટિવ આવે ત્યારે એક ટીમ દર્દીને માર્ગદર્શન આપો કે એમણે સારવાર માટે ક્યાં જવું પડશે. દર્દીને આમતેમ ના ભાગવું પડે એ સ્થિતિ ના સર્જાય એ ખાસ ધ્યાન રાખવું પડે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube