સૌરાષ્ટ્રમાં 16 આની વરસાદ રહેવાના એંધાણ! ચોમાસામાં 36 ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી

હિન્દ મહાસાગર તરફથી જે પવન ફૂંકાઈ રહ્યો છે તે ભેજ સાથેનો હોવાથી સૌરાષ્ટ્ર (Saurashtra) માં ભારે ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યો છે. ચોમાસું (Monsoon) તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં 16 આની વરસાદ રહેવાના એંધાણ! ચોમાસામાં 36 ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી

ગૌરવ દવે/રાજકોટ : સૌરાષ્ટ્ર (Saurashtra) ના ખેડૂતો માટે સારા સમાચાર (Good News) છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે 16 આની વરસાદ (Rain) રહેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. દર વર્ષે વાવણી ભીમ અગિયારસ થી શરૂ થતી હોય છે. જો અષાઢી બીજના વરસાદ આવે તો એક મહિનો વરસાદ મોડો આવશે તેવું લોકો માનતા હોય છે. આ વખતે હવામાન વિભાગે આગાહી કરી છે કે, 15 જૂનના બે દિવસ પહેલા એટલે કે 13 જૂન થી ગુજરાત (Gujarat) માં ચોમાસું (Monsoon) પ્રવેશ કરશે.

હિન્દ મહાસાગર તરફથી જે પવન ફૂંકાઈ રહ્યો છે તે ભેજ સાથેનો હોવાથી સૌરાષ્ટ્ર (Saurashtra) માં ભારે ઉકળાટ અને બફારો જોવા મળી રહ્યો છે. ચોમાસું (Monsoon) તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર પર અપરએર સર્ક્યુલેશન સર્જાય તો વરસાદ 16 આની રહેવાની શક્યતાઓ છે. જેમાં જૂન માસમાં 4 થી 5 અને સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન 36 ઈંચ કરતાં વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ચોમાસાની પેટર્ન કઈ રીતની હોઈ છે
દર વર્ષે ચોમાસા (Monsoon) ની પેટર્ન અલગ અલગ હોય છે અને સામે અલ-નીનો અને લા-નીનોની અસર પણ જોવા મળે છે. ત્યારે જો અલનીનોની અસર વર્તાય તો જે વાદળો બનતા હોય તે બંધાઈ શકે નહીં અને વરસાદ મોડો વર્ષે પરંતુ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમી પવન વધુ તીવ્ર બનતા વાદળો ઘેરાઈ રહ્યા છે અને બંધાય પણ રહ્યા છે. 

ગત વર્ષે કેવો હતો વરસાદ
ગત વર્ષે રાજકોટ (Rajkot) માં ૧૨૨૨ મી.મી વરસાદ એટલે કે 49 ઇંચ જેટલો નોંધાયો હતો. ત્યારે આ વર્ષે જે સિસ્ટમ સક્રિય બની છે તેને જોતાં ચોમાસું (Monsoon) સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજકોટમાં વર્ષ 2010માં સર્વાધિક વરસાદ 60.5 ઇંચ જેટલો નોંધાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news