Ahmedabad: દીકરીનો પ્રેમસંબંધ પસંદ નહિ આવતા માતાએ જમાઇ સાથી મળી કર્યું આવું કામ, આખરે પોલીસે કરી ધરપકડ
આ સમગ્ર કૌભાંડ પોલીસ (Police) તપાસમાં સામે આવ્યું હતું કે ફરિયાદીએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને ખોટી રીતે પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
મૌલિક ધામેચા / અમદાવાદ: પ્રેમ સંબંધ (Love Affair) માં ભાગેલી દીકરીનું અપહરણ (Kidnap) થયું છે તેવું બતાવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવનાર સાસુ અને જમાઈ આખરે ઓઢવ (Odhav) પોલીસની ગિરફતમાં આવી ગયા છે. બન્ને આરોપીઓએ પુખ્ત વયની દીકરીને સગીર દર્શાવવા માટે દસ્તાવેજોમાં છેડછાડ કરી હતી જે સંદર્ભે ઓઢવ પોલીસે (Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad: 45 વર્ષીય ક્રૂ માતા સાવકા અને સગા દિકરાની ભરખી ગઇ, પુત્રનો ઠપકો સહન ન થતાં કરી હત્યા
ઓઢવ પોલીસ (Odhav Police) ની કસ્ટડીમાં રહેલા આ બન્ને સાસુ અને જમાઈ વિરુદ્ધ બનાવટી દસ્તાવેજ ઉભા કરવા અને પોલીસ (Police) ને ગેરમાર્ગે દોરવા અને કાવતરું રચી પોતાની પુખ્ત વયની દીકરીને સગીર સાબિત કરવાનો કારસો ભારે પડ્યો છે. જે હકીકત પોલીસ તપાસમાં સામે આવતા મંજુલા બેન રાજપૂત, વિશાલ રાજપૂતની પોલીસે ધરપકડ કરી છે. બન્ને આરોપીઓએ મંજુલા બેનની દીકરી સોનલના જન્મ તારીખના પુરાવામાં છેડછાડ કરી ભોગ બનનાર મહિલાની ઉંમર બે વર્ષ ઓછી બતાવી હતી અને તેના આધારે જીગર પટણી વિરુદ્ધ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ
ઝડપાયેલા આરોપી મંજુલા બેન રાજપૂત દ્વારા આ કૃત્ય આચરવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે પોલીસ (Police) એવું માની રહી છે કે તેમની દીકરી તેમના કરતા નીચા સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન (Marriage) કરશે તો તેમની સામાજિક રીતે તેઓ બદનામ થઈ જશે. એજ કારણે જમાઈ વિશાલની મદદ થી સાસુ મંજુલા બેને બનાવટી દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરી ખોટી પોલીસ (Police) ફરિયાદ નોંધાઈ હતી.
Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!
આખરે આ સમગ્ર કૌભાંડ પોલીસ (Police) તપાસમાં સામે આવ્યું હતું કે ફરિયાદીએ ખોટા દસ્તાવેજો ઉભા કરીને ખોટી રીતે પોકસોની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.હાલ તો સાસુ અને જમાઈની પોલીસે ધરપકડ કરીને બનાવટી દસ્તાવેજો બનાવવામાં કોઈની મદદગારી છે કે કેમ તે દિશામાં તપાસ શરુ કરી છે. ઉપરાંત પોલીસ (Police) નું એવું પણ માનવું છે કે યોગ્ય તપાસ વિના જીગર પટણી વિરુદ્ધ પોકસોની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોત તો તે યુવકની ભવિષ્ય પણ અંધકારમય બની ગયું હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube