Ahmedabad: 45 વર્ષીય ક્રૂર માતા સાવકા અને સગા દિકરાને ભરખી ગઇ, પુત્રનો ઠપકો સહન ન થતાં કરી હત્યા

ગઇકાલે નજીકના વિસ્તારમાંથી કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખુલી ગયો છે અને હત્યા કરનાર સાવકી માતા ગૌરીબેન પટેલની ધરપકડ કરી દીધી છે.

Ahmedabad: 45 વર્ષીય ક્રૂર માતા સાવકા અને સગા દિકરાને ભરખી ગઇ, પુત્રનો ઠપકો સહન ન થતાં કરી હત્યા

મૌલિક ધામેચા / અમદાવાદ: રૂપિયાની લાલચ વ્યક્તિને કોઈ પણ હદે લઈ જઈ શકે આવા કિસ્સાઓ ફિલ્મોમાં જરૂર જોયા હશે.  પરંતુ હાલના સમયે રૂપિયાની લાલચે સબંધોનું ખૂન કરતા સહેજ પણ અચકાતા નથી. આવો જ એક બનાવ અમદાવાદ (Ahmedabad) ના કણભા પોલીસ સ્ટેશન (police Station) માં બન્યાનું સામે આવ્યું છે. જેમાં સાવકી માતા (Step Mother) એ રૂપિયાની લેતીદેતીમાં પુત્રનો ઠપકો સાંભળી નહિ શકતા હત્યાનો પ્લાન ઘડી દીધો હતો. સાવકી માતા (Step Mother) એ તેમના મિત્રો સાથે મળીને પુત્રની હત્યા (Murder) કરીને મૃતદેહને અવાવરૂ જગ્યા પર ફેંકી દીધો હતો. આ અગાઉ તેણે પોતાના તેણે પોતાના સગા દિકરાની પણ હત્યા કરી હતી. ત્યારબાદ તે જેલ (Jail) માંથી મુક્ત થયા બીજા લગ્ન કર્યા હતા. હાલ તો કણભા પોલીસે (Kanbha Police) આરોપી મહિલાની ધરપકડ કરતાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે.

કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો 23 વર્ષીય યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસ (Police) ને કરવામાં આવી હતી. જો કે પોલીસ એ તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના ઘેર આવી હતી. જેથી પોલીસ (Police) એ તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેણે જ અન્ય ત્રણ ઈસમો સાથે મળીને હાર્દિકની હત્યા (Murder) કરી દીધી છે. અને મૃતદેહનો નિકાલ કરી નાખ્યો હતો. 

જેમાં ગઇકાલે નજીકના વિસ્તારમાંથી કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખુલી ગયો છે અને હત્યા કરનાર સાવકી માતા ગૌરીબેન પટેલની ધરપકડ કરી દીધી છે. ગૌરીબેને નાસીકથી તેમના ત્રણ મિત્રોને બોલાવ્યા હતા અને હાર્દિકની હત્યા (Murder) કરીને તેને એક કોથળામાં પેક કરીને અવાવારૂ જગ્યા પર ફેંકી દીધી હતી.આરોપી મહિલાની પુછપરછ દરમ્યાન સામે આવ્યું કે હાર્દિકના પિતાએ હાર્દિક સચવાય તે માટે બીજા લગ્ન કર્યા હતા.

પિતા રજનીભાઇ પટેલ તેમના બે સંતાનોને સાચવવા માટે તેમને સાત વર્ષ પહેલા નાસિકમાં રહેતી ગૌરીબેન નામની મહિલા સાથે ફુલહાર કરીને લગ્ન (Marriage) કરી દીધા હતા. લગ્ન બાદ ગૌરીબેન રજનીભાઇ અને બે પુત્ર હળીમળીને રહેતા હતા પરંતુ થોડાક સમય પહેલા રજનીભાઇનું પણ મૃત્યુ થઇ ગયુ હતું અને ત્યારબાદ માતા અને બે પુત્ર સાથે રહેતા હતા.

જોકે મહિલાએ સંબધીઓ પાસેથી 25 થી 30 લાખ રૂપિયા આરોપીગૌરીબેને સંબધીઓ પાસેથી રૂપિયા ઉધરાવવાનું શરૂ કર્યુ હતું. ગૌરીબેને હાર્દિક (Hardik) ને રૂપિયા જોઇએ છે તેમ કહીને સંબધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. હાર્કિદને આ વાતની જાણ થતા તેમને ગૌરીબેનને ઠપકો આપ્યો હતો અને મારા નામ પર રૂપિયા નહી ઉઘરાવવાનું કહ્યુ હતું.

હાર્દિકનું પત્તુ કટ કરવા માટે નાસિક ફોન કર્યો 
રૂપિયા માટે થયેલી બબાલમાં ગૌરીબેનએ હાર્દિક હત્યા (Hardik Murder) નો પ્લાન બનાવ્યો અને નાસિક (Nasik) માં રહેતા તેમના મિત્રોને ફોન કરીને સમગ્ર હકીકત કહી અને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. નાસિક (Nasik) થી ત્રણ શખ્સો કણભા આવ્યા હતા જ્યા તેમને હાર્કિદને બપોરે ગળેટુંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધો અને બાદમાં તેની પગને દોરાથી બાંધી દીધા હતા અને લાશને કોથળામાં પેક કરીને ચાર કલાક સુધી તેની પાસે બેસી રહ્યા હતા. ઘોળા દિવસે હાર્દિક (Hardik) ની હત્યા કરીને આરોપી મહિલા ગૌરીબેન હાર્દિકની લાશને અવાવારૂ જગ્યા પર ફેંકી દેવા માટે હત્યારાઓએ રાત થવાની રાહ જોઇ હતી. 

હત્યા બાદ અંદાજીત ચાર કલાક સુધી સાવકી માતા અને હત્યારા હાર્દિક (Hardik) ની લાશ સાથે બેઠા હતા અને જેવુ અંધારૂ થયુ તેવી તરત જ લાશને અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી. બાદમાં એક ઓળખીતા રિક્ષા ચાલકને બોલાવ્યો હતો અને રિક્ષામાં મૃતદેહ લઈ જઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈને આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. હાલમાં પોલીસ એ મહિલાની ધરપકડ કરીને અન્ય આરોપીઓને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news