સુપર ડુપર ફેલ ગયો AMCનો ટાયર કિલર સ્પીડ બ્રેકર પ્રોજેક્ટ, ફરી એકવાર તંત્રના પ્લાનિંગનો ફિયાસ્કો
Ahmedabad tyre killer bump : અમદાવાદમાં AMCએ લગાવેલાં ટાયર કિલર સ્પીડ બ્રેકર બન્યાં શોભાના ગાંઠિયા સમાન... ટાયર ફાટી જવાની ચિંતા વગર લોકો રોંગ સાઈડમાં ચલાવી રહ્યા છે વાહન...
ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં સ્પીડમાં ગાડી હંકારતા નબીરાઓને સબક શીખવાડવા માટે એએમસી દ્વારા લગાવવામાં આવેલા કિલર સ્પીડ બ્રેકરનું સૂરસૂરિયું નીકળી ગયું છે. અમદાવાદમાં AMCએ લગાવેલાં ટાયર કિલર સ્પીડ બ્રેકર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. અમદાવાદના મનપા અને ટ્રાફિકનો કિલર બમ્પ પ્રોજેક્ટ હવે લગભગ ફેલ સમાન બન્યો છે. બમ્પનો કેટલોક ભાગ રોડ પરથી ઉખડેલો જોવા મળ્યો છે. ત્યારે ફરી એકવાર કિલર બમ્પને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવાની માગ ઉઠી છે.
પવનના સુસવાટા અને કરા સાથે ગુજરાતમાં ફરી મેઘો ધમરોળશે, ખેલૈયાની તો લાગી જશે વાટ!
અમદાવાદ મહાનગર પાલિકા અને ટ્રાફીકનો પાઇલોટ પ્રોજ્કટ લગભગ નિષ્ફળ સાબિત થયો છે. શહેરમાં રોંગ સાઇડ મુસાફરી કરતા લોકોને અટકાવવા તંત્રએ કિલર બમ્પ લગાવ્યા હતા. પરંતુ ગણતરીના મહિનાઓમાં કિલર બમ્પ તુટેલી કે ઉખડેલી હાલતમાં જોવા મળ્યા હતા. બમ્પ પર ઘણી જગ્યાએ સ્પ્રીંગ કામ કરતી ન હોવાથી બમ્પ નકામા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બમ્પનો કેટલોક ભાગ રોડ પરથી ઉખડી ગયેલો પણ નજરે પડ્યો હતો. બમ્પનું તાત્કાલિક રીપેરીગ થાય અને યોગ્ય કાર્ય કરે તેવી માંગ ઉઠી છે. એમ કહો કે, આ બ્રેકરને મોટાપાયે લગાવવામાં આવ્યા હતા, પરંતુ એએમસીના પ્લાનિંગનો ફિયાસ્કો થયો છે.
સુક્કોભઠ ગણાતા આ વિસ્તારમાં મગફળીનું બમ્પર ઉત્પાદન, સૌરાષ્ટ્રનો રેકોર્ડ તોડ્યો!
અમદાવાદીઓ હવે આ ટાયરની મજાક ઉડાવી રહ્યાં છે. સ્થાનિકોને આ બ્રેકર પરથી રોંગ સાઈડ ગાડી ચલાવતા ટાયર ફાટી જવા ટાયર ફાટી જવાની બીક બતાડાઈ હતી. પરંતું આ બ્રેક તો કોઈ કામના ન નીકળ્યા. અમદાવાદીઓ ચિંતા વગર લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે. કિલર બમ્પ લગાવ્યા બાદ પણ રોંગ સાઈડ વાહન ચાલકો જઈ રહ્યા છે. બિન્દાસ્ત રોંગ સાઈડથી બમ્પ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. અનેક વાહનો કિલર બમ્પ પરથી આસાનીથી પસાર થઈ રહ્યા છે. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે આ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતું નાગરિકો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યાં છે.
ભારત-પાકિસ્તાન મેચની નકલી ટીકિટનું મોટું કૌભાંડ : 200 ટિકિટ વેચી લાખોની કમાણી કરી
રસ્તા પર રોંગ સાઈડ આવતા લોકોને રોકવા એએમસી દ્વારા ચાણક્યપુરી બ્રિજ નીચે ટાયર કિલર તો લગાવ્યા તો ખરા, પરંતુ અમદાવાદીઓ માંડ થોડા દિવસ રસ્તા ઉપરથી રોંગ સાઈડ જતાં અટક્યા. અમદાવાદીઓ તેનો જુગાડ શોધી લીધો. પોતાનું ટુવ્હીલર હોય કે ફોરવીલર રોંગ સાઈડ લઈને જઈ રહ્યા છે. અમે સ્થળ પર જઈને ચકાસ્યું તો, ટુ વ્હીલર તો સામાન્ય રીતે ટાયર કિલર પર બે સ્પાઈક વચ્ચેથી સરળતાથી નીકળી જાય છે. જ્યારે ગાડી ચાલક પણ બેધડક રોંગ સાઈડ જઇ રહ્યા છે.
યુવાઓને નરેશ પટેલની મોટી સલાહ : માતાપિતાને અંધારામાં રાખી પ્રેમલગ્ન કરવા યોગ્ય નથી
આમ, અનેક વાહનોના ટાયર વગર પંચરે આસાનીથી પસાર થઈ રહ્યા છે. પ્રાયોગિક ધોરણે ઘાટલોડિયા વિસ્તારમાં ઇન્સ્ટોલ ટાયર કિલર બમ્પ લગાવાયું હતું. પરંતુ જે હવે કોઈ કામમાં આવ્યુ નથી તે સાબિત થઈ ગયું છે. બેજવાબદાર નાગરિકો ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યાં છે. કેટલાક વાહન ચાલકો બ્રિજ પર ઉભા રહી ટ્રાફિક વધારતા પણ નજરે પડ્યા છે.
રાજકોટમાં જોવા જેવી : લગ્ન પહેલા યુવકનો ભાંડો ફૂટ્યો, મંગેતરે ગર્લફ્રેન્ડને જાહેરમાં
એએમસી દ્વારા આ બમ્પ લગાવીને બીક બતાવાઈ હતી કે, રોંગ સાઈડ ઘુસી જતા અમદાવાદીઓ ચેતી જજો. નહીંતર તમારા વાહનના ટાયર ફાટી જશે. AMC દ્વારા ચાણક્યપુરી બ્રિજ નજીક રોંગ સાઈડ જતા વાહનોને રોકવા ટાયર કિલર સ્પીડ બ્રેકર લગાવાયાં છે. જે વાહન રોન્ગ સાઈડમાં જશે એના ટાયરને મોટું નુકશાન થશે.