ભારત-પાકિસ્તાન મેચની નકલી ટીકિટનું મોટું કૌભાંડ : 200 ટિકિટ વેચી લાખોની કમાણી કરી

India Pakistan Match : અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચમાં ટિકિટોની કાળાબજારી કરનારા 4 શખ્સ ઝડપાયા....200 જેટલી બનાવટી ટિકિટોનું પણ વેચાણ કરી લાખોની કમાણી કરી....પોલીસે લોકોને ઓરીજન ટિકિટ વેરિફાઈ કરવા કરી અપીલ....

ભારત-પાકિસ્તાન મેચની નકલી ટીકિટનું મોટું કૌભાંડ : 200 ટિકિટ વેચી લાખોની કમાણી કરી

Ahmedabad News : અમદાવાદમાં રમાનારી હાઈવોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. અને સાથે જ લેભાગૂ તત્વો પણ સક્રિય થઈ ગયા છે. કારણ કે અમદાવાદમાંથી મેચની બનાવટી ટિકિટ પકડાઈ છે. અને આ લોકોએ 50 નકલી ટિકિટનું વેચાણ કર્યું છે. આ ટિકિટ 2 હજારથી 20 હજારમાં વેચી અને અત્યાર સુધીમાં 3 લાખની કમાણી કરી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ટિકિટનું વેચાણ કરતા હતા. આવી રીતે વેચાણ કરવા માટે 200 જેટલી ટિકિટો તૈયાર કરી હતી. ધ્રુમિલ નામના આરોપીએ કડીથી ઓરીજનલ ટીકીટ મેળવી હતી, જેના આધારે બનાવટી ટિકીટ બનાવ્યાનો ખુલાસો થયો છે. ટિકિટ સાથે એક યુવાન સાથે કુલ ચારની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોડકદેવની  ક્રિષ્ના ઝેરોક્ષ નામની દુકાનમાં આ ટિકિટ છપાઈ હતી. આ દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા અને ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેઈજ કબ્જે કરવામાં આવ્યા છે. 

અમદાવાદમાં રમાનારી હાઈવોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. અને સાથે જ લેભાગૂ તત્વો પણ સક્રિય થઈ ગયા છે. કારણ કે અમદાવાદમાંથી મેચની બનાવટી ટિકિટ પકડપાઈ છે. પોલીસે 100થી વધુ નકલી ટિકિટ કબ્જે કરી છે. અદ્દલ અસલી ટિકિટ જેવી જ લાગતી નકલી ટિકિટો બનાવવામાં આવી અને તેને વેચવાનો કારસો હતો. જો કે, બ્લેકમાં નકલી ટિકિટ વેચાય તે પહેલા થયો પર્દાફાશ થયો છે. ટિકિટ સાથે એક યુવાન સાથે કુલ ચારની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લેભાગુ તત્વોએ 2 હજાર રૂપિયાના મુલ્યવાળી નકલી ટિકિટો બનાવી હતી. 

પકડાયેલા આરોપીઓ 
1) ધ્રુમિલ ઠાકોર 
2) રાજવીર ઠાકોર
3) જયમીન પ્રજાપતિ
4) કુશ મીણા

ભારત પાકિસ્તાન મેચ પહેલા ક્રાઇમબ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. બોડકદેવ દેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં રેડ પાડી હતી. ક્રાઇમ બ્રાન્ચે 108 મેચની ડુપ્લીકેટ ટિકિટો, ટીકીટ પ્રિન્ટ કરેલ 25 પેજ કબજે કર્યા છે. 1 પેજ પર 3 ટિકિટની કલર પ્રિન્ટ બનાવી હતી. પરંતુ આ ટિકિટ માર્કેટમાં વેચાવા જાય તે પહેલાં ક્રાઇમબ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. 2000 ના ભાવની બોગસ ટિકિટો બનાવાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે ટિકિટ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક યુવતી પણ સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news