ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન! સુક્કોભઠ ગણાતા આ વિસ્તારમાં મગફળીનું બમ્પર ઉત્પાદન, સૌરાષ્ટ્રનો રેકોર્ડ તોડ્યો!

આમ તો ગુજરાતમાં મગફળીના ઉત્પાદન કરવામાં સૌરાષ્ટ્ર સૌથી આગળ હોય છે પરંતુ આ વખતે બનાસકાંઠા જિલ્લાના ખેડુતોએ તેનો વિક્રમ તોડી નાખ્યો છે ,બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ઘણા સમયથી ખેતીમાં નુકશાનીની માર ખાઈ રહ્યો છે.

ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન! સુક્કોભઠ ગણાતા આ વિસ્તારમાં મગફળીનું બમ્પર ઉત્પાદન, સૌરાષ્ટ્રનો રેકોર્ડ તોડ્યો!

અલકેશ રાવ/બનાસકાંઠા: સુક્કોભઠ વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે જેને લઈને ડીસા માર્કેટયાર્ડ સહિતના માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યા છે. જેથી આ વખતે બનાસકાંઠા જિલ્લાએ મગફળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો વિક્રમ તોડી નાખ્યો છે. ફક્ત ડીસા માર્કેટયાર્ડમાં દિવસની સવા લાખ મગફળીની બોરીની આવક નોંધાઇ રહી છે.

તો બીજી તરફ ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં મગફળીના ખુબજ સારા ભાવો મળી રહ્યા છે .સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મગફળીના ટેકાના 1273 રૂપિયા ભાવ કરતાં પણ વધારે 1250 થી 1581 રૂપિયા જેટલો પ્રતિમણે મગફળીનો ભાવ ખેડૂતોને ઓપન માર્કેટમાં મળી રહેતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે. આમ તો ગુજરાતમાં મગફળીના ઉત્પાદન કરવામાં સૌરાષ્ટ્ર સૌથી આગળ હોય છે પરંતુ આ વખતે બનાસકાંઠા જિલ્લાના ખેડુતોએ તેનો વિક્રમ તોડી નાખ્યો છે ,બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ઘણા સમયથી ખેતીમાં નુકશાનીની માર ખાઈ રહ્યો છે. બીપરજોય વાવાઝોડા સહિત ભારે વરસાદમાં અનેક પાકોમાં મોટું નુકશાન સહન કર્યા બાદ બેહાલ થઈ ચૂકેલા ખેડૂતો માટે આ વર્ષે મગફળીની ખેતી નવી આશા લઈને આવી છે.

બનાસકાંઠા જીલ્લામાં ચોમાસુ વાવેતર તરીકે મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરતાં હોય છે.ત્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જીલ્લામાં મગફળીનું ઉત્પાદન પણ બમ્પર થયું છે. જેને લઈને ડીસા પંથકના ખેડૂતો પોતાની મગફળી વેચવા ડીસા માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડમાં રોજની સવા લાખથી વધુ બોરી મગફળીની આવક થઈ રહી છે. તો અત્યારે ડીસા માર્કેટયાર્ડના ખુલ્લા માર્કેટમાં ખેડૂતોને મગફળીના મણે 1250 થી 1500 રૂપિયા જેટલા સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીમાં પ્રતિમણે 200 થી 250 રૂપિયા વધારે ભાવ મળી રહ્યા છે જેથી ખેડૂતો ડીસા માર્કેટયાર્ડમાં ટ્રેક્ટરો ભરીને મગફળી વેચવા આવી રહ્યા છે જેથી ડીસા માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે આ વર્ષે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતાં ખેડૂતો આગામી સીઝનમાં અન્ય પાકોનું સમયસર વાવેતર કરી શકશે.

સરકાર દ્વારા મગફળીનો મણે 1273 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે જોકે તેની ખરીદી હજુ શરૂ થઈ નથી.જોકે ટેકાના ભાવમાં મગફળી વેચનારા ખેડૂતોને નાણાં મળવામાં પણ વિલંબ થતો હોય છે.જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને હાથો હાથ રોકડા રૂપિયા મળી રહે છે જેને લઈને ડીસા માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઇ રહ્યું છે.જેથી ડીસા માર્કેટયાર્ડમાં દરરોજની લગભગ સવા લાખથી વધુ બોરીની આવક થઈ રહી છે. 

ગત વર્ષે 16 લાખ મગફળીની બોરીની આવક થઈ હતી. અને ભાવ 971 થી 1451 રૂપિયા ભાવ હતો જેમાં 1277 એવરેજ ભાવ હતો પરંતુ આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં 1271 થી 1581 રૂપિયા પ્રતિમણે ખેડુતોને મગફળીનો સારો ભાવ મળી રહ્યો છે. જોકે સૌરાષ્ટ્ર મગફળીના ઉત્પાદન અને આવકમાં નંબર વન હતું પરંતુ આ વર્ષે ડીસા તેમજ બનાસકાંઠામાં મગફળીની બમ્પર આવક થતા ડીસા માર્કેટયાર્ડમાં રોજની સવા લાખ બોરીની આવક થઈ રહી છે. તો સામે સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટયાર્ડમાં દૈનિક 40 થી 45 હજાર મગફળીની બોરીની આવક તેમજ હરાજી થઈ રહી છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં દૈનિક 30 હજાર બોરીની હરાજી થઈ રહી છે તેની સામે ડીસા માર્કેટયાર્ડમાં રોજની સવા લાખ બોરીની આવક અને તેની હરાજી થઈ રહી હોવાથી ડીસા માર્કેટયાર્ડ ગુજરાતમાં સૌથી મગફળીની આવક કરતું થઈ ગયું છે અને તેની આવક જળવાઈ રહી છે વર્તમાન સમયમાં મગફળીની આવક જોતાં આ વર્ષે લગભગ 30 લાખથી વધુ બોરીની આવક થવાની શક્યતા છે. 

આ ઉપરાંત ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળીના વેચાણ માટે મોટી સંખ્યામાં ખેડૂતો આવતા હોવાના લીધે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ખેડૂતોને કોઈ મુશ્કેલીઓ ના પડે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે અને હાલ તેના ભાવો પણ સારા મળી રહ્યા છે.જેને લઈ ખેડૂતોની મગફળીથી માર્કેટો ઉભરાઈ રહ્યા છે અને ખેડૂતોને સારા ભાવ મળતાં ખેડૂતો આગામી રવિ સિઝનનું વાવેતર સમયસર કરી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news