અમદાવાદની આ સરકારી શાળા આગળ ઝાંખી પડે છે પ્રાઇવેટ સ્કૂલો, શિક્ષણથી લઇને સુવિધામાં છે અવલ્લ
સ્માર્ટ સ્કુલની વાત કરીએ એટલે દિલ્હીના સીએમ કેજરીવાલ અને તેમના નિવેદનોની યાદ આવે અને કદાચ દિલ્હીની સ્કૂલનો કોઈ ફોટો પણ ધ્યાને આવી જાય પરંતુ અમદાવાદના કાંકરિયામાં બનેલી સ્માર્ટ સ્કુલ કદાચ તમને દિલ્હીની સ્કૂલો ભુલાવી દે તો નવાઈ નહીં.
અતુલ તિવારી, અમદાવાદ: સ્માર્ટ સ્કુલની વાત કરીએ એટલે દિલ્હીના સીએમ કેજરીવાલ અને તેમના નિવેદનોની યાદ આવે અને કદાચ દિલ્હીની સ્કૂલનો કોઈ ફોટો પણ ધ્યાને આવી જાય પરંતુ અમદાવાદના કાંકરિયામાં બનેલી સ્માર્ટ સ્કુલ કદાચ તમને દિલ્હીની સ્કૂલો ભુલાવી દે તો નવાઈ નહીં. મસમોટી ફી વસુલતી ખાનગી શાળાઓને ટક્કર આપવા અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સરકારી શાળાઓને સ્માર્ટ સ્કૂલમાં તબદીલ કરી રહી છે. સ્માર્ટ સ્કૂલ અને અહીં કેવી રીતે વિદ્યાર્થીઓને થશે પ્રાઈવેટ સ્કૂલ જેવો અહેસાસ આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં.
દિલ્હીમાં ચુંટણીની તારીખ નજીક છે અને ચુંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. એવામાં સ્માર્ટ સ્કૂલને લઈ ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના સીએમ કેજરીવાલ વચ્ચે ચાલેલા વાકયુદ્ધની પણ યાદ આવે. થોડા સમય પહેલા સ્માર્ટ સ્કુલ અંગે ટ્વીટર પર જંગ જામી હતી અને તે જંગનો અંત અમદાવાદમાં બનેલી સ્માર્ટ સ્કૂલ અને તેના ફોટો સાંસદ કિરીટ સોલંકીએ ટ્વીટ કર્યા બાદ આવ્યો હતો. કાંકરિયામાં બનેલી સ્માર્ટ સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની ચાલતી સ્કુલનું નામ કાંકરિયા પબ્લિક સ્કૂલ છે. સ્માર્ટ સ્કુલ હોવાનો અંદાજ સ્કૂલમાં પ્રવેશતાની સાથે જ આવી જાય છે.
અહીં સ્કૂલની ઈમારતની દિવાલ પર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ'નું પેઈન્ટિંગ લગાવવામાં આવ્યું છે. સ્કૂલમાં અભ્યાસ કરાવતા શિક્ષકો જણાવે છે કે પહેલા સામાન્ય સ્કૂલ હતી પરંતુ હવે આ સ્કુલ સ્માર્ટ સ્કુલ બની છે. દરેક વર્ગમાં થ્રીડી વોલ પેપર અભ્યાસ મુજબ લગાવ્યા છે. બાળકોમાં વોલપેપર જોઈને અભ્યાસનો કોન્સેપ્ટ સમજવો સરળ બની જાય છે.
[[{"fid":"251148","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આ સ્માર્ટ સ્કૂલમાં ધોરણને અનુરૂપ કલાસ તૈયાર કરવામાં આવ્યા છે. પહેલા ધોરણના વિદ્યાર્થીને કઇ કક્ષાનું જ્ઞાન આપવુ જોઈએ તે મુજબના કલાસ થ્રીડી પેઈન્ટિંગ સાથે તૈયાર કરાયા છે. વિદ્યાર્થીઓની સુવિધાઓનું પણ ચોક્કસ ધ્યાન સ્કૂલ તૈયાર કરતી વખતે રાખવામાં આવ્યું છે. પ્રથમવાર ક્લાસમાં ફાયર બોલ રાખવા આવ્યા છે. જેથી આગ લાગે તો બોલ ફેંકીને આગ પર કાબુ મેળવી શકાય છે. સાથે સાથે ક્લાસને CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે.
આ સ્માર્ટ સ્કૂલમાં ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે વિશેષ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને ડિજીટલ બોર્ડ પર અભ્યાસ કરાવવામાં આવે છે. શિક્ષકનું માનવું છે કે સ્માર્ટ બોર્ડનો ઉપયોગથી બાળકોને ભણાવવામાં સરળ રહે છે. આ સ્માર્ટ બોર્ડ પર ભણવવાથી બાળકોમાં ઉત્સાહ પણ જળવાઈ રહે છે. તો આ ડિઝીટલ બોર્ડમાં ઈન્ટરનેટના માધ્યમથી પણ અભ્યાસ કરાવી શકાય છે.
કાંકરિયાની આ સ્માર્ટ સ્કૂલમાં એક ખાસ ગુગલ ફ્યુચર ક્લાસ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ ક્લાસમાં વિદ્યાર્થીઓ માટે ભાર વિનાના ભણતરનો કોન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે. ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ આ ક્લાસમાં 40 જેટલા લેપટોપના માધ્યમથી અભ્યાસ કરે છે. આ ફ્યુચર ક્લાસમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવ્યો છે. આ ફ્યુચર ક્લાસમાં શિક્ષણ બોર્ડનો અભ્યાસક્રમ પીડીએફ ફાઈલના માધ્યમથી નેટ પર અભ્યાસ કરી શકશે.
આ તમામ સુવિધાઓની વચ્ચે કોઈ પણ સ્કૂલની ખાસિયત તેની કમ્પ્યુટર અને સાયન્સ લેબથી વધી જતી હોય છે. ત્યારે આ સ્માર્ટ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સાયન્સ લેબ બનાવવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓ સાયન્સના અવનવા પ્રયોગો વિશે માહિતી સરળતાથી મેળવી શકશે.
આમ તો ખાનગી શાળાઓમાં એડમીશન લેવા માટે વાલીઓની ડર વર્ષે લાઈનો લાગતી હોય છે. વેઈટીગ લીસ્ટ બનતું હોય છે. પરંતુ આ સુવિધાઓ બાદ હવે આવી કતાર અમદાવાદની સ્માર્ટ સ્કૂલ માટે પણ લાગે તો નવાઈ નહીં. કારણ કે આગામી સત્રમાં કાંકરિયા પબ્લિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો અત્યારથી જ વધી ગયો છે.
[[{"fid":"251149","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
સ્કૂલ બોર્ડના શાસનાધિકારી લબ્ધિર દેસાઈએ જણાવ્યું કે હાલમાં ધોરણ 1થી 8માં વિદ્યાર્થીઓની સંખ્યા 265 છે. શાળામાં પ્રવેશ માટે પ્રતિરોજ સરેરાશ 10ની ઈન્કવાયરી આવે છે. પ્રવેશ માટે ધોરણ 1માં 50 ફોર્મ ભરાઈ ગયા છે. અને પ્રાઈવેટ સ્કૂલમાંથી ધોરણ 2થી 8માં 100 વિદ્યાર્થીઓની તૈયારી બતાવી છે. આગામી સત્રમાં નવા 200 એડમિશન થવાનો અંદાજ છે. તેવી જ રીતે ઈન્ગ્લિીશ મિડિયમમાં હાલમાં ધોરણ 1થી 5માં વિદ્યાર્થીઓની સંખ્યા 145 છે. સિનિયર - જુનિયર કેજીમાં 65 છે. જૂન 2020માં 150 નવા એડમિશન થવાનો અંદાજ છે.
મહત્વનું છે કે સાંસદના ગ્રાન્ટમાંથી અમદાવાદની આ સ્માર્ટ સ્કૂલ તૈયાર કરવામાં આવી છે. સ્માર્ટ સ્કૂલ પાછળ 1 કરોડ 60 લાખનો ખર્ચ કરાયો છે. હવે આગામી વર્ષમાં શહેરના અલગ અલગ ઝોનમાં આ જ પ્રકારની 25 સ્માર્ટ સ્કૂલ બનાવવાનું આયોજન મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સત્તાધીશોએ કર્યું છે. આ પ્રકારની શાળાઓ વાલીઓમાં એક હકારાત્મક વિશ્વાસ પેદા કરે તો નવાઈ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube