અમદાવાદની બે મોટી ક્લબમાં નહિ યોજાય ગરબા
નવરાત્રિ (Navratri) માં મોટા ગરબા આયોજકોએ આ વર્ષે પીછેહઠ કરી છે. કોરોનાની ત્રીજી સંભવિત લહેરના સંકટને કારણે અનેક મોટા ગરબા આયોજકોએ આ વર્ષે પણ ગરબા નહિ યોજવાનું નક્કી કર્યું છે. તેમાં અમદાવાદ (Ahmedabad) ના બે મોટી ક્લબના ગરબા નહિ યોજાય.
આશ્કા જાની/અમદાવાદ :નવરાત્રિ (Navratri) માં મોટા ગરબા આયોજકોએ આ વર્ષે પીછેહઠ કરી છે. કોરોનાની ત્રીજી સંભવિત લહેરના સંકટને કારણે અનેક મોટા ગરબા આયોજકોએ આ વર્ષે પણ ગરબા નહિ યોજવાનું નક્કી કર્યું છે. તેમાં અમદાવાદ (Ahmedabad) ના બે મોટી ક્લબના ગરબા નહિ યોજાય.
અમદાવાદમાં ખેલૈયા રસિકો માટે નવરાત્રિને લઇ નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ક્લબોમાં આ વર્ષે નવરાત્રિનું આયોજન નહિ થાય. રાજપથ (rajpath club) અને કર્ણાવતી કલબ (karnavati club) માં આ વર્ષે નવરાત્રિના ગરબા (garba) નું આયોજન નહિ કરાય. સરકાર જો છૂટ આપે છતાં આ બંને ક્લબ નવરાત્રિનું આયોજન નહિ કરે. આ વિશે ક્લબ તરફથી કહેવામાં આવ્યું કે, 15 હજાર જેટલા સભ્યો હોવાથી નવરાત્રિ યોજવી શક્ય નથી.
તો અમદાવાદમાં જો આ વર્ષે મોટા ગરબા આયોજકો ગરબા નહિ યોજે, તો સોસાયટીઓમાં ગરબાની રમઝટ જામશે. વર્ષો સુધી જ્યાં સોસાયટીઓમાં નવરાત્રિમાં ચકલા ઉડતા હતા, ત્યાં હવે લોકો ગરબા રમશે.
તો બીજી તરફ, ગાંધીનગરના સૌથી મોટા ગરબા આયોજક ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા પણ જાહેરાત કરાઈ કે, આ વર્ષે પણ નવરાત્રિનું આયોજન નહીં કરવામાં આવે. કોરોનાની સંભવિત લહેરને કારણે નવરાત્રિનું આયોજન નહિ કરવાનો નિર્ણય લેવાયો છે.