ઉદય રંજન/અમદાવાદ :દશેરાની સવારે અમદાવાદ (Ahmedabad)માં ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના શિવરંજની રોડ ફરી એકવાર અકસ્માતની ઘટના બની હતી. એક કારચાલક પૂરઝડપે કાર હંકારીને બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગયો હતો. જોકે, અકસ્માત (Accident) ની આ ઘટનામાં કારચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દશેરાની સવારે શિવરંજની રોડ પર એક I20 કાર પસાર થઈ હતી. આ કારનો ચાલકે એટલી સ્પીડમાં ગાડી હંકારી હતી, કે કારનો અકસ્માત (car accident) સર્જાયો હતો. પૂરઝડપે દોડતી કાર બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો, તો કારચાલકને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. 



સમગ્ર ઘટનામાં કારચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. એક તરફ તે પૂરઝડપે કાર હંકારી રહ્યો હતો, બીજી તરફ તે બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી ગયો હતો. ગણતરીની મિનિટોમાં ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. 


ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ શિવરંજની રોડ અનેકવાર રક્તરંજિત થયો છે. આ રોડ પર અનેકવાર અકસ્માતો સર્જાયા છે.