અયોધ્યા માટે અંબાજીથી મોકલવામાં આવશે `અજય બાણ`, જાણો શું છે શ્રી રામ સાથેનો ઈતિહાસ?
રાવણના સંહાર માટે અંબેમાતાએ પ્રભુ શ્રીરામને આપેલા બાણની પૌરાણિક કથાથી પ્રેરાઈને અમદાવાદના જય ભોલે ગ્રુપના દીપેશ પટેલે 11.5 કિલોનું પાંચ ફુટ લાંબું અજય બાણ બનાવ્યું છે.
સપના શર્મા/અમદાવાદ: અયોધ્યા ખાતે પંચ ધાતુમાંથી બનેલું પાંચ ફુટનું અજય બાણ મોકલવામાં આવશે પ્રભુ શ્રીરામની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં આવેલી શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીથી અયોધ્યા ખાતે પંચ ધાતુમાંથી બનેલું પાંચ ફુટનું અજય બાણ મોકલવામાં આવશે. આ અજય બાણ અમદાવાદમાં જ બનાવવામાં આવ્યું છે.
કોંગ્રેસના 'ચાણક્ય'ની ગુજરાતની આ બેઠક પર AAP નો દાવો, હવે શું કરશે રાહુલ ગાંધી
રાવણના સંહાર માટે અંબેમાતાએ પ્રભુ શ્રીરામને આપેલા બાણની પૌરાણિક કથાથી પ્રેરાઈને અમદાવાદના જય ભોલે ગ્રુપના દીપેશ પટેલે 11.5 કિલોનું પાંચ ફુટ લાંબું અજય બાણ બનાવ્યું છે. આ અજય બાણ અયોધ્યા મોકલતાં પહેલાં જય ભોલે ગ્રુપના સભ્યોએ લઈને ગઈ કાલે અંબાજી ગયા હતા. અંબાજીમાં ગબ્બર પર અંબેમાતાની અખંડ જ્યોત સમક્ષ અજય બાણ પૂજા માટે મુકાયું હતું. બનાસકાંઠાના કલેક્ટર અને શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન વરુણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠના બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે અજય બાણની પૂજા કરી હતી.
કાર લેવાના હોવ તો 60 દિવસ રાહ જુઓ! જબરદસ્ત કાર આવશે, પેટ્રોલમાં 30 KMPLની માઈલેજ!
અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે અને પ્રભુની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આ પૌરાણિક કથા પરથી અજય બાણ બનાવવાનો વિચાર આવ્યો અને પાંચ દિવસમાં પંચ ધાતુમાંથી પાંચ ફુટ લાંબું અને 11.5 કિલો વજન ધરાવતું અજય બાણ બનાવ્યું છે.
ક્યાંક 12 દ્રાક્ષ ખાઈને તો ક્યાંક 12 કુદકા મારી કેમ કરાય છે નવા વર્ષની શરૂઆત?
ઉલ્લેખનીય છે કે ત્રેતા યુગમાં માં જગદંબા એ ભગવાન રામને અજય બાણ આપીને આસુરી શક્તિનો વિનાશ કર્યો હતો.. ત્યારે આ પૌરાણિક કથા પરથી અજય બાણ બનાવવાનો વિચાર જય ભોલે ગૃપને આવ્યો હતો. 15 કારીગરોએ રાત-દિવસની મહેનત કરીને આ બાણ બનાવ્યું છે, જેની પાછળ પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. આ અજય બાણને ૧૦ જાન્યુઆરીએ અયોધ્યા અર્પણ કરવામાં આવશે.
સાવધાન! મહિલાઓનાં તૂટેલા વાળ ખરીદવા આવનારથી સાવધાન, આ ગેંગે તો સૌરાષ્ટ્ર માથે લીધું!