અમદાવાદ: `ફી ન ભરી શકતા હોવ તો પ્રવેશ કેમ લીધો`? કોરોનાકાળમાં પંચામૃત નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટની દાદાગીરી
અમદાવાદ (Ahmedabad) ના નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની (Panchamrut Nursing Institute) દાદાગીરી સામે આવી છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના વાલી પર ફી ભરવા બાબતે દબાણ કરવામાં આવ્યું. `ફી ના ભરી શકતા હોવ તો કેમ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો` એવું કહી વાલીઓ સામે સંચાલકો દાદાગીરી કરી રહ્યાં છે.
અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ના નિકોલમાં આવેલી પંચામૃત નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટની (Panchamrut Nursing Institute) દાદાગીરી સામે આવી છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના વાલી પર ફી ભરવા બાબતે દબાણ કરવામાં આવ્યું. 'ફી ના ભરી શકતા હોવ તો કેમ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો' એવું કહી વાલીઓ સામે સંચાલકો દાદાગીરી કરી રહ્યાં છે.
આ મામલે વાલીઓએ ઇન્સ્ટિટ્યૂટ પર પહોંચી વિરોધ કર્યો. લુહારી કામ કરતા વિદ્યાર્થીનીના પિતાએ ઇન્સ્ટિટ્યૂટથી ફી ભરવા સમય માગ્યો છતાંય સપ્ટેમ્બર પહેલા 65 હજાર રૂપિયા ફરજીયાત ભરવા માટે કહેવામાં આવ્યું. પિતાની આર્થિક સ્થિતિ અને ઇન્સ્ટિટ્યૂટની દાદાગીરી અને ફી ભરવાના દબાણથી પરેશાન થઈ વિદ્યાર્થીનીએ કહ્યું કે હવે મારે અભ્યાસ જ નથી કરવો.
મળતી માહિતી મુજબ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફી ભરવા દબાણ કરીને કહેવામાં આવ્યું કે પૂરી ફી નહીં ભરો તો પરીક્ષામાં નહીં બેસવા દઈએ. આખરે ઇન્સ્ટિટ્યૂટની જોહુકમી સામે વાલીઓએ પોતે મેદાનમાં આવવું પડ્યું.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube