અમદાવાદ: GTUએ 190 જેટલી કોલેજોને સુવિધાના અભાવે ફટકારી નોટીસ
ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી સંલગ્ન 190 જેટલી કોલેજોમાં ક્ષતિઓ સામે આવતા આ તમામ કોલેજોને GTU દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. ઇન્સ્પેકશન દરમિયાન ક્યાય સ્ટાફ તો ક્યાંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો ક્યાંક લેબોરેટરીની અપૂરતી સુવિધા સામે આવતા આ ક્ષતિઓને 31 મે સુધી દુર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી સંલગ્ન 190 જેટલી કોલેજોમાં ક્ષતિઓ સામે આવતા આ તમામ કોલેજોને GTU દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. ઇન્સ્પેકશન દરમિયાન ક્યાય સ્ટાફ તો ક્યાંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો ક્યાંક લેબોરેટરીની અપૂરતી સુવિધા સામે આવતા આ ક્ષતિઓને 31 મે સુધી દુર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
સમયમર્યાદામાં ક્ષતિઓ દુર કરવામાં નિષફળ રહેનારી કોલેજોને નો એડમીશન ઝોન અથવા બંધ કરવા સુધીના પગલા લેવા માટેની પણ તૈયારી GTU દ્વારા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દરવર્ષે GTU સંલગ્ન તમામ 452 કોલેજોમાં ઇન્સ્પેકશનની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે ત્યારે આ વર્ષે ઓનલાઈન ફોર્મ જાહેર કરીને તમામ કોલેજોને જરૂરી વિગતો જાહેર કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.
પંચમહાભૂતમાં વિલીન થયો સંત સદરામબાપુ બાપુનો પાર્થિવ દેહ, ઉમટ્યું માનવ મહેરામણ
દરમિયાન મળેલા કોલેજોના રીપોર્ટમાંથી 190 કોલેજોમાં ક્ષતિ જણાઈ છે. તે તમામ કોલેજોમાં અગામી દિવસોમાં ફરી એકવાર ઇન્સ્પેકશન હાથ ધરાશે અને કોલેજોએ નિયમ મુજબની જરૂરી સુવિધાઓ 31 મે સુધી પૂરી પાડીને સંપૂર્ણ વિગતો GTUને આપવી ફરજીયાત રહેશે. અને તેમ છતા પણ સુધારો નહિ આવે તો તેવી કોલેજોની મુશ્કેલીઓ પણ વધી શકે છે.