પંચમહાભૂતમાં વિલીન થયો સંત સદારામબાપુ બાપુનો પાર્થિવ દેહ, ઉમટ્યું માનવ મહેરામણ

કાંકરેજના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુના આજે અંતિમ સંસ્કાર કરાવામાં આવ્યા હતા. બાપુના ટોટાણા આશ્રમના પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી કરાયા અગ્નિ સંસ્કાર સંતો દ્વારા બાપુને અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો. બાપુના અંતિમ દર્શન કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ પહોંચ્યા હતા.
 

પંચમહાભૂતમાં વિલીન થયો સંત સદારામબાપુ બાપુનો પાર્થિવ દેહ, ઉમટ્યું માનવ મહેરામણ

અલ્કેશ રાવ/ બનાસકાંઠા: કાંકરેજના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુના આજે અંતિમ સંસ્કાર કરાવામાં આવ્યા હતા. બાપુના ટોટાણા આશ્રમના પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી કરાયા અગ્નિ સંસ્કાર સંતો દ્વારા બાપુને અગ્નિ દાહ આપવામાં આવ્યો હતો. બાપુના અંતિમ દર્શન કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ પહોંચ્યા હતા.

ભક્તો અને લોકોને બાપુના દર્શન થાય તે માટે આશ્રમથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાલખી યાત્રા ટોટાણાથી નીકળી થરા શહેરમાં કાઢવામાં આવી રહી હતી. બાપુને શ્રદ્ધાજલિ આપવા માટે થરા શહેર દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું. ટોટાણામાં શાસ્ત્રોત વિધિથી બાપુના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અનેક મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોની હાજરીમાં બાપુને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

રાજ્યમાં ચોમાસું મોડું આવવાની શક્યતા, આગામી સાત દિવસ સુધી ગરમીથી મળશે રાહત

કાંકરેજ તાલુકાના ટોટાણા આશ્રમના સંત સદારામ બાપુ છેલ્લા કેટલાય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુ ભક્તિ થકી સમાજના દુષણો દુર કરવા તેમજ સમાજ સુધારણાનું કામ કરતા હતા. 111 વર્ષના સંત સદારામ બાપુ પાછલા થોડા દિવસોથી બિમાર હતા. જેના કારણે તેમને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સોમવારની રાત્રે તેમની વધુ તબિયત લથડતાં તેમને ટોટાણા આશ્રમ ખાતે પરત લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે મંગળવારે સાંજના પાર્થિવદેહ છોડયો હતો. બાપુના દેવલોક પામ્યાના સમાચારથી કાંકરેજ પંથક સહીત સમગ્ર રાજ્યમાં તેમના ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત અનેક ભક્તોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news