ઉદય રંજન/ અમદાવાદઃ અમદાવાદમાં ફરી એક વાર ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો. જેમાં પતિએ આવેશમાં આવીને પત્નીને ત્રણ વાર તલાક કહી તલાક આપી દેતાં પરિણીત યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફતેહવાડીમાં આવેલા એક રો હાઉસમાં રહેતી 22 વર્ષીય યુવતીના લગ્ન 2017માં થયા હતા. લગ્ન બાદ યુવતીને તેના સાસરિયા નાની નાની વાતમાં બોલાચાલી કરતા હતા અને ફોન પર તેના પિતા સાથે વાત કરવા દેતા ન હતા. પતિ કોઈ મહિલા સાથે અફેર હોવાથી આખો દિવસ ફોન પર વાત કરતા હતા. તે બાબતે પૂછતાં ઝઘડો કરતા હતા. તેના સસરાએ યુવતીને પાંચ દિવસ પહેલા તારા પિતા પાસેથી રૂ. 50 હજાર લઈ આવવાનું કહી બોલાચાલી કરી હતી. 


Unjha Lakshachandi Mahayagya: ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ, પ્રથમ દિવસે પાટીદારોએ બનાવ્યા અનેક રેકોર્ડ


ત્યાર પછી પતિએ પત્નીને મારે તને નથી રાખવી કહી, ત્રણ વાર તલાક તલાક બોલીને પહેરેલા કપડે કાઢી મૂકી હતી. એ વખતે તેઓ યુવતીને સમજાવીને પાછી તેડી ગયા હતા અને ફરીથી નિકાહ પઢાવ્યા હતા. જોકે, સાસરિયાઓનો ત્રાસ યથાવત રહ્યો હતો અને કંટાળીને યુવતી તેના પિયર આવી ગઇ હતી. યુવતીના પિતરાઈ ભાઈને કપડાં લેવા મોકલતા સાસુ-સસરા અને જેઠે બોલાચાલી કરી માર મારતા પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


ત્રિપલ તલાકના નવા કાયદા બાદ શહેરમાં પાંચેક જેટલા કિસ્સા બની ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રિપલ તલાકની ફરિયાદમાં શારિરીક, માનસિક ત્રાસ અને દહેજની કલમ પણ ઉમેરાતાં આ કેસમાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ હોવાથી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....