Ahmedabad News : આજકાલ લોકો સોશિયલ મીડિયા સાઈટ્સ પર ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને મેટ્રિમોનિયલ સાઈટ પર વર-વધૂ શોધે છે. પરંતું આવામાં ક્યારેક લોકોને ફ્રોડનો સામનો કરવો પડે છે. દેશમાં ઠગબાજો હવે ઓનલાઈન સંપર્ક કરીને લોકોને છેતરી રહ્યાં છે. આવામાં હવે મેટ્રિમોનિયલ સાઈટ્સ પણ બાકાત નથી. અમદાવાદના સોફ્ટવેર એન્જિનિયર યુવકને મેટ્રિમોનિયલ સાઈટ પર મળેલ એક યુવતી 1.3 કરોડનો ચૂનો ચોપડીને જતી રહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કુલદીપ પટેલ નામના યુવકે ફરિયાદ નોંધાવી છે. તેની ફરિયાદ મુજબ, તેઓ અદિતિ નામની યુવતીને મેટ્રિમોનિયલ સાઈટ પર મળ્યો હતો. અદિતિ નામની યુવતીએ તેને કહ્યુ કે તે યુકેમાં ઈમ્પોર્ટ એક્સપર્ટનો વ્યવસાય કરે છે. જેમાં સારો નફો મળી રહે છે. અદિતિના સંપર્કમાં આવ્યા બાદ કુલદીપે તેના પર વિશ્વાસ રાખીને બાનોકોઈનમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં અદિતિએ તેને કસ્ટમર કેરમાં વાત કરાવી હતી. જેના બાદ તેણે કુલદીપનું વેબસાઈટ પર રજિસ્ટ્રેશન પણ કરાવ્યુ હતું. 


સોલા તોડકાંડની મોટી અસર : અમદાવાદ પોલીસ કમિશનરની કચેરીથી છૂટ્યા મોટા આદેશ


કુલદીપને બોનોકોઈનમાં સારુ રોકાણ મળશે તેવી આશા જાગી હતી. તેથી તેણે પહેલા 1 લાખનું રોકાણ કર્યુ હતુ. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણમાં તેને સીધો 78 ડોલરનો ફાયદો થયો હતો. જેથી તેને બાદમાં વધુ નફાની લાલચ જાગી હતી. 20 જુલાઈથી 31 ઓગસ્ટ દરમિયાન કુલદીપે કુલ 18 વાર અલગ અલગ રોકારણ કર્યું. પરંતું 18 સપ્ટેમ્બરના રોજ તેને ખાતુ ચેક કર્યુ તો તેનુ એકાઉન્ટ ફ્રીઝ થયેલુ હતું. તે રૂપિયા ઉપાડી ન શક્યો. 


મુકુલ વાસનિકે ગુજરાતમાં એન્ટ્રી કરતા જ લીધું મોટું પગલું, લોકસભા લીધો આ નિર્ણય


આ બાદ કુલદીપે કસ્ટમર કેરનો સંપર્ક કર્યો તો તેને એકાઉન્ડ ડી-ફ્રીઝ કરવા બીજા 35 લાખનું રોકાણ કરવાનું કહેવામાં આવ્યું. જેથી તેણે અદિતિનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તો તેણે કોઈ જવાબ ન આપ્યો. આમ, અમદાવાદનો એન્જિનિયર ક્રિપ્ટો કરન્સી કૌભાંડનો ભોગ બન્યો હતો. એક યુવતીના સંપર્કમાં આવીને તેણે કુલ 1.3 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. 


મહિલા કૌભાંડી હોવાનું બહાર આવ્યું હતું અને તેણે જાળમાં ફસાઈને તેના તમામ પૈસા ગુમાવી દીધા હતા. ગાંધીનગર સ્થિત એક કંપનીમાં કામ કરતા સોફ્ટવેર એન્જિનિયરે શનિવારે સાઇબર ક્રાઇમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને મહિલા સામે ફરીયાદ દાખલ કરાવી હતી. 


નવી આગાહી : અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલ થાય તેવો વરસાદ ગુજરાતમાં પડશે