મુકુલ વાસનિકે ગુજરાતમાં એન્ટ્રી કરતા જ લીધું મોટું પગલું, લોકસભા લીધો આ નિર્ણય

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસ હવે લોકસભાની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યું છે... હાલ ત્રણ સહપ્રભારીને લોકસભાની બેઠકોની વહેંચણી કરવામાં આવી છે 
 

મુકુલ વાસનિકે ગુજરાતમાં એન્ટ્રી કરતા જ લીધું મોટું પગલું, લોકસભા લીધો આ નિર્ણય

Gujarat Loksabha Election : લોકસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસ એક્વિટ થયું છે. નવા પ્રદેશ પ્રમુખ અને નવા પ્રભારીના જોરે હવે ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે, ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભાની તૈયારીઓ આરંભા દેવાઈ છે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે સહપ્રભારીને પી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વસનીકના ત્રણ સહ પ્રભારીમાં લોકસભાની બેઠકોની વહેંચણી કરવામાં આવી છે. એ.આઈ.સી.સી. મંત્રી રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.

રામકિશન ઓઝા
અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ (એસ.સી.), ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા

બી.એમ. સંદીપ
ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ (એસ.સી.)

ઉષા નાયડુ
પંચમહાલ, દાહોદ (એસ.ટી.), વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી (એસ.ટી.), નવસારી, સુરત, વલસાડ (એસ.ટી.)

ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. તેમની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસ કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠન મજબુત કરવા અંગે વિવિધ સુચનો મેળવાયા હતા. કોર્ડીનેશન સમિતિને મળેલા સુચનોને ધ્યાન પર મુકાયા હતા. કોર કમિટીના વરિષ્ઠ આગેવાનો સાથે આંદોલનાત્મક કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી. લોકસભાની ચૂંટણી સામે સંગઠન અને કાર્યક્રમો કરાશે. લોકપ્રશ્નોને મજબૂતી આપીને અસરકારકતા વધારવા ચર્ચા કરાઇ. જ્યાં નિષ્ક્રિય છે ત્યાં બદલાવ કરી સક્રિય લોકોની નિમણૂક અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. આ સાથે જ પોતાની જાતના મૂલ્યાંકન માટે પણ પ્રભારીએ તમામ નેતાઓને સલાહ આપી. 

યુવા કોંગ્રેસ પ્રદેશ અને જિલ્લા સ્તર પર 'મોહબ્બ્ત કી દુકાન' બેનર હેઠળ કાર્યક્રમ શરૂ કરવાની ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સાથો સાથ સામાજિક અને સાંસ્કૃતિક  કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યુવા કોંગ્રેસ 'ભારત જોડો' યાત્રાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે ફોટો પ્રદર્શન અને 'સ્પીક ઉપ ફોર ભારત જોડો' કાર્યક્રમ અને વિવિધસ્તર  પર યુવા કોંગ્રેસ રમત ગમત અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે તેમ પણ માહિતી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news