ઉદય રંજન, અમદાવાદઃ કહેવાય છે કે નસો વ્યક્તિ પર એવી અસર કરે છે કે તે ગમે તે કરવા લાગે છે. વ્યસ્ન વ્યક્તિનું જીવન બરબાદ કરી દેતું હોય છે. અમદાવાદમાં પણ એક આવી ઘટના સામે આવી છે. જ્યાં ડ્રગ્સની લત લાગી તો એક ભણેલો-ગણેલો યુવક ડ્રગ પેડલર બની ગયો. આ યુવક એક યુવતી સાથે મળી ડ્રગ્સનું છુટક વેચાણ કરતો હતો. અમદાવાદ એસઓજીએ બાતમીના આધારે આ યુવકને ઝડપી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રગ્સ પેડલરો ઝડપાયા
અમદાવાદ એસઓજીએ રૂપીયા 4 લાખની કિંમતના 40 ગ્રામ ડ્રગ્સ સાથે યુવતી સહીત બે આરોપીઓની ધરપકડ કરી છે. એસઓજીએ બાતમીના આધારે નારોલમાં આવેલ આકૃતિ ટાઉનશીપમાં રેડ કરી હતી.  રેડ દરમિયાન દિપક વાઘેલા તેમજ રૂબીના મિરઝાને ઝડપી લીધા છે. બંન્ને આરોપીઓ છેલ્લા છ મહીનાથી આ રીતે છુટક છુટક ડ્રગ્સનું વેચાણ કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પોતે ડ્રગ્સના બંધાણી હતી જેથી જરૂરિયાત પૂર્ણ કરવા માટે રૂપીયાની જરૂર હોવાથી તેઓ ડ્રગ્સનું વેચાણ કરતા હતાં.


આ પણ વાંચોઃ HMPV: શું છે આ ખતરનાક વાયરસ, કઈ-કઈ સાવચેતી રાખવી જરૂરી... જાણો AtoZ માહિતી


પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી દિપક વાધેલાને તેની પત્ની સાથે મનદુખ થયેલ છે. જેને લઇને કોર્ટમાં ભરણ પોષણનો પણ કેસ ચાલી રહ્યો છે. જો કે રૂબીના સાથે હાલ તે મૈત્રી કરાર કરીને રહે છે. બંન્ને છેલ્લા છ મહીલાનાથી આ પ્રકારનો ધંધો કરી રહ્યા હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. આરોપી દિપકએ એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે.  અગાઉ બિઝનેસ પણ કરતો હતો ધંધો બંધ થઈ જતાં રૂપીયાની જરૂરિયાત પૂરી કરવા માટે તે પોતે આ રવાડે ચઢ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


ત્યારે આરોપીઓ આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા અને કોને કોને વેચતા હતા એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.