મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી મોટર સાયકલની ચોરી કરતા યુવકની વાડજ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પાસેથી પોલીસે ચોરીના 15 વાહનો પણ કબ્જે કર્યા છે. વાડજ પોલીસે ચોક્કસ બાતમી આધારે મૂળ રાજસ્થાનના મનજી મીણા નામના શખ્સને વાડજમાંથી ચોરીનાં એક વાહન સાથે ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ કરતા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. એટલું જ નહીં આરોપી મનજી મીણા રાજસ્થાનથી બસ મારફતે અમદાવાદ આવતો અને જાહેર પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈક ડુપ્લીકેટ ચાવી અથવા ડિસમિસની મદદથી લોક તોડીને ચોરી કરી ફરાર થઇ જતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવસે બિચારા અને અત્યંત મહેનતુ લાગતા લોકો રાત્રે ધારણ કરતા રાક્ષસી સ્વરૂપ અને...


આ ઉપરાંત વાહનોની ચોરી કરીને તે મોજશોખ કર્યા બાદ અવાવરું જગ્યાએ મૂકી રાજસ્થાન ભાગી જતો હતો. જેથી પોલીસની પકડથી હંમેશા દુર રહેતો હતો. જો કે આરોપી સરળતાથી બાઇક વેચી શકે એટલે સ્પ્લેન્ડર બાઈકની જ ચોરી વધુ કરતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વાડજ, વસ્ત્રાપુર, પાલડી અને ઓઢવ સહિતના અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલ 15 બાઈક કબ્જે કર્યા છે. આરોપી અગાઉ પણ રાજસ્થાનમાં ચોરીના અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો છે. જો કે પૂછપરછ દરમિયાન અન્ય વાહન ચોરીના ગુના પણ ઉકેલાય તેવી શક્યતા છે.


હવે ડ્રગ્સ લેતા પકડાયા તો પોલીસ દંડાવાળી કરવાને બદલે સીધા જ...


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં બાઇકની ચોરીના ગુનામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે ત્યારે પોલીસ હાલ બાઇક અને મોબાઇલની ચોરી બાબતે વધારે સતર્ક બની છે. તેવામાં ચોરીની અનેક પ્રકારની મોડસ ઓપરેન્ડિ સામે આવી રહી છે. તેવામાં આ મોડસ ઓપરેન્ડી પણ તેટલી જ આશ્ચર્યજનક છે. મોબાઇલ ચોરીને રાજસ્થાનમાં વેચી દેવા અથવા તો જ્યાં પેટ્રોલ ખુટે ત્યાં છોડીને ભાગી જવું. હાલ તો પોલીસ તેની પુછપરછ કરી રહી છે જેમાં બીજી પણ અનેક ચોરીના ભેદ ઉકેલાઇ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube