હવે ડ્રગ્સ લેતા પકડાયા તો પોલીસ દંડાવાળી કરવાને બદલે સીધા જ...

શહેર પોલીસ દ્વારા એન્ટી ડ્રગ માટે અવેરનેસ માટે અભિયાન યોજાશે. યુવાનો જો ફીટનેસ અને હેલ્થ માટે ધ્યાન આપશે તો તેમના ભવિષ્ય માટે વધારે સારું છે. યુવાનો કુટેવોથી દૂર રહી અને જો ફીટનેસ ઉપર ધ્યાન આપશે તો તેમને પોઝિટીવ એડવેન્ચર અને થ્રીલ મળશે. તે માટે જ હવે શહેર પોલીસ અલગ અલગ કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેથી યુવાનો કુટેવોથી દૂર રહેશે તો પોઝિટીવ થ્રીલ મળશે.
હવે ડ્રગ્સ લેતા પકડાયા તો પોલીસ દંડાવાળી કરવાને બદલે સીધા જ...

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેર પોલીસ દ્વારા એન્ટી ડ્રગ માટે અવેરનેસ માટે અભિયાન યોજાશે. યુવાનો જો ફીટનેસ અને હેલ્થ માટે ધ્યાન આપશે તો તેમના ભવિષ્ય માટે વધારે સારું છે. યુવાનો કુટેવોથી દૂર રહી અને જો ફીટનેસ ઉપર ધ્યાન આપશે તો તેમને પોઝિટીવ એડવેન્ચર અને થ્રીલ મળશે. તે માટે જ હવે શહેર પોલીસ અલગ અલગ કાર્યક્રમ કરવા જઈ રહી છે. જેથી યુવાનો કુટેવોથી દૂર રહેશે તો પોઝિટીવ થ્રીલ મળશે.

ડ્રગ્સના દૂષણ સામે અમદાવાદ પોલીસનું થ્રીલ એડિક્ટ યોજાવા જઇ રહ્યું છે. 18 માળના બિલ્ડિંગ પરથી ચેતક કમાન્ડોના દિલધડક કરતબ યુવાનો માટે મ્યુઝીકલ પાર્ટીનું આયોજન કરાયુ છે. ગુજરાતમાં શહેરીકરણ વધવાની સાથે સાથે યુવાનો દ્વારા નશીલા માદક દ્રવ્યોનું સેવન કરવાના પ્રમાણમાં પણ માતબર વધારો થયો છે. યુવાનો જે રીતે ડ્રગ્સના રવાડે ચડી રહ્યાં છે તેવા સંજોગોમાં આ દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ અને અન્ય એજન્સીઓ પણ આ બદીને રોકવા માટે સક્રિય બની ગઈ છે. તેમ છતાં પણ ગુજરાતમાં આ દૂષણ રોકાવાનું નામ જ નથી લેતું ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ડ્રગ એડિક્ટ સામે થ્રીલ એડિક્ટ યોજવામાં આવશે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા થ્રીલ એડીક્ટના નામથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંદર મ્યુઝિકલ પાર્ટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી યુવાનો સુધી જે મુળ સંદેશ પહોંચાડવો છે તે હેતુ સિદ્ધ થઈ શકે. સિંધુ ભવન સ્થિત 18 માળના બિલ્ડીંગ પરથી ચેતક કમાન્ડો રેપલીંગના માધ્યમથી દિલધડક કરતબ કરશે. આ કરતબ બતાવવા પાછળ યુવાનોમાં સ્વાસ્થ્ય સંદર્ભે જાગૃતતા આવે અને શરીરને ખોખલા કરી દેતાં નશીલા દ્રવ્યોથી દૂર રહી શકે તે માટેનો છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા યુવાનો પણ જો દિલધડક રેપલીંગ કરી અને થ્રીલની મજા લેવા માગતા હશે તો તેમને પણ યોગ્ય તકેદારી સાથે 18 માળના બિલ્ડીંગ પૈકી નીચેના છઠ્ઠા માળ ખાતેથી રેપલીંગ કરાવવા માટેની તૈયારી પણ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

ટેરરિઝમ એલિમેન્ટ હોય તેવા સંજોગોમાં NSG પાસે રહેલા ડોગ્સ અત્યંત મહત્વપુર્ણ સાબિત થતા હોય છે. આતંકવાદીઓ કે તેમની હિલચાલ સંદર્ભી માહિતી મેળવવા માટે NSGના ડોગ્સ કડીરૂપ ભૂમિકા ભજવતાં હોય છે. અમદાવાદ પોલીસ દ્વારા NSG કમાન્ડોને પણ ડોગ્સના માધ્યમથી થતી તપાસનો કરતબ બતાવવા પણ વિનંતી કરાઈ છે. તો ગુજરાતમાં સૌ પ્રથમ વખત અમદાવાદ પોલીસ ડ્રગ્સ એડિક્શન સામે થ્રીલ એડિક્ટનો અભિગમ અપનાવી રહી છે ત્યારે પ્રથમ વખતના આ પ્રયોગ અંતર્ગત મળેલા પ્રતિસાદ બાદ બીજી વખત પણ અમદાવાદ પોલીસ ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત પ્રયોગ કરશે.

બીજી વખતના પ્રયોગમાં હેલિકોપ્ટરના માધ્યમથી કરતબ બતાવવાની વિચારણાં અમદાવાદ પોલીસ કરી રહી છે. ગુજરાતમાં નશીલા દ્રવ્યોની વધતી જતી હેરાફેરી વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા ટોલ ફ્રી નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ટોલ ફ્રી નંબર પર નશીલા પદાર્થને લગતી માહિતી આપી શકે તે માટે પ્રચાર પણ કરાશે. અમદાવાદ પોલીસ જે વિસ્તારમાં અવેરનેસ કાર્યક્રમ કરવા જઈ રહી છે તે વિસ્તારમાં ભૂતકાળની અંદર વસ્ત્રાપુર પોલીસ મથક, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ એસ.ઓ.જી., એ ડિવિઝન અને ઝોન 7 પોલીસ દ્વારા અનેકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપવા માટે રેડ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ડ્રગ્સ પેડલર્સની અવરજવર હોવા અંગેની પોલીસને અનેકવાર મળેલી માહિતીને આધારે પોલીસ દ્વારા કોમ્બિંગ તેમજ ચેકીંગ પ્રક્રિયા વધારી દેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news