લોકડાઉનમાં ત્રીજી આંખથી દેખાયું કે ચાર જણા કેરમ રમે છે, ને પછી તો...
રાજ્યભરમાં નોવેલ કોરોના વાઇરસ (corona virus) ના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં વાયરસથી સંક્રમિત થવાના કેસો વધતા અમદાવાદ પોલીસ દ્વારા લોકડાઉન (Lockdown) નો કડકપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. જેને પગલે પોલીસ ડ્રોન કેમેરાથી સોસાયટીઓ અને મહોલ્લામાં એકઠા થતા લોકો પર નજર રાખી રહી છે. સાથે જ રોડ પર નજરે પડ્યા તો પણ ગુનો નોંધશે. અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે સ્વાગત એપાર્ટમેન્ટના ધાબા પર બેસી કેરમ રમતાં 4 શખ્સની ધરપકડ કરી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :રાજ્યભરમાં નોવેલ કોરોના વાઇરસ (corona virus) ના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં વાયરસથી સંક્રમિત થવાના કેસો વધતા અમદાવાદ પોલીસ દ્વારા લોકડાઉન (Lockdown) નો કડકપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. જેને પગલે પોલીસ ડ્રોન કેમેરાથી સોસાયટીઓ અને મહોલ્લામાં એકઠા થતા લોકો પર નજર રાખી રહી છે. સાથે જ રોડ પર નજરે પડ્યા તો પણ ગુનો નોંધશે. અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે સ્વાગત એપાર્ટમેન્ટના ધાબા પર બેસી કેરમ રમતાં 4 શખ્સની ધરપકડ કરી છે.
આજે રાત્રે 9 વાગીને 9 મિનીટે દીવો સગળગતા પહેલા આ ભૂલ ન કરતા, નહિ તો આગ લાગશે
એક તરફ અમદાવાદ પોલીસ રોડ પર પેટ્રોલિંગ અને ચેકિંગ કરીને નજર રાખી રહી છે. તો બીજી તરફ ડ્રોન અને સીસીટીવી ફુટેજથી પણ નજર રાખી રહી છે. ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ સ્વાગત એપાર્ટમેન્ટ પાસે પોલીસ ડ્રોન ઉડાડી તપાસ કરતા ફ્લેટના ધાબા પર ચાર લોકો કેરમ રમતા દેખાયા હતા. જેથી પોલીસે ઓળખ કરી કૃણાલ, જયનીત ગોસ્વામી, ધૈર્ય શાહ અને હર્ષ નામના વ્યક્તિઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.
દેશના આ 10 રાજ્યોમાં લોકડાઉન ખૂલ્યા બાદ પણ પગ ન મૂકતા, હાલત છે અતિ ગંભીર
અમદાવાદમાં લોકડાઉનનાં કડક અમલીકરણ માટે શહેર પોલીસ રોડ પર ઉતરી આવી છે. અમદાવાદ શહેરને જોડતા તમામ રસ્તાઓ પર પોલીસે બેરીકેટ લગાવી કિલ્લાબંધી કરાઈ છે. તો સાથે પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા દ્વારા જાહેરનામામાં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ, ખાનગી ટુ વ્હીલર, ફોર વ્હીલર પર બહાર નીકળી શકશે નહિ. કારણ વગર બહાર નીકળતા વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી થશે. બિનજરૂરી વાહન લઈ ફરનારા ચાલકોના વાહનો ડિટેઇન કરવામાં આવશે. આવશ્યક ચીજ વસ્તુઓ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઓન ડ્યુટી સરકારી કર્મચારી અને દુધ તથા શાકભાજી અને કરિયાણુ લેવા માટે જતા લોકોને છુટ આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર