દેશના આ 10 રાજ્યોમાં લોકડાઉન ખૂલ્યા બાદ પણ પગ ન મૂકતા, હાલત છે અતિ ગંભીર

હાલ આખો દેશ કોરોના વાયરસ (Corona Virus) સામે ઝઝૂમી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 3500થી વધુ કિસ્સા સામે આવ્યા છે. અત્યાર સુધી કુલ 77ના મોત નિપજ્યા છે. દેશમાં 21 દિવસનું લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. કોરોના વાયરસની સામે જંગ ચાલુ જ છે. કોરોનાને હરાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યાં છે. આવામાં દેશના 10 રાજ્યો એવા છે, જે હાલ કોરોનાના હોટ સ્પોટ બની ગયા છે. આ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ રાજ્યોના લોકોએ હાલ સૌથી વધુ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. 14 એપ્રિલના રોજ લોકડાઉન પૂરુ થઈ રહ્યું છે. આવામાં આ રાજ્યોમાં જવાથી તમારે બચવુ જોઈએ. જ્યા સુધી અહી કોરોના જડમૂળથી નાબૂદ ન થઈ જાય, ત્યાં સુધી અહીં જવુ હિતાવહ નથી. 
દેશના આ 10 રાજ્યોમાં લોકડાઉન ખૂલ્યા બાદ પણ પગ ન મૂકતા, હાલત છે અતિ ગંભીર

ઝી મીડિયા/બ્યૂરો :હાલ આખો દેશ કોરોના વાયરસ (Corona Virus) સામે ઝઝૂમી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 3500થી વધુ કિસ્સા સામે આવ્યા છે. અત્યાર સુધી કુલ 77ના મોત નિપજ્યા છે. દેશમાં 21 દિવસનું લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. કોરોના વાયરસની સામે જંગ ચાલુ જ છે. કોરોનાને હરાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યાં છે. આવામાં દેશના 10 રાજ્યો એવા છે, જે હાલ કોરોનાના હોટ સ્પોટ બની ગયા છે. આ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ રાજ્યોના લોકોએ હાલ સૌથી વધુ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. 14 એપ્રિલના રોજ લોકડાઉન પૂરુ થઈ રહ્યું છે. આવામાં આ રાજ્યોમાં જવાથી તમારે બચવુ જોઈએ. જ્યા સુધી અહી કોરોના જડમૂળથી નાબૂદ ન થઈ જાય, ત્યાં સુધી અહીં જવુ હિતાવહ નથી. 

તબગિલી જમાતીઓને કારણે ગુજરાતમાં જ્યાં ન હતું તે વિસ્તારોમાં ય કોરોના પહોંચ્યું 

આંધ્રપ્રદેશ
આધ્રપ્રદેશ રાજ્યમાં પણ કોરોનાનો આંકડો 161 પર પહોંચી ગયો છે. સાઉથ ઝોનના આ રાજ્યમાં પણ કેસ સતત વધી રહ્યાં છે. 

દિલ્હી 
દેશની રાજધાની દિલ્હીમાં હાલત સૌથી વધુ બગડેલી છે. દિલ્હીમા સૌથી વધુ 445 કેસ પોઝિટિવ કેસ છે. અત્યાર સુધી અહીં મોતનો આંકડો પણ વધી રહ્યો છે. 

રવિવારે કોરોનાના સૌથી મોટા સમાચાર અમદાવાદથી, 6 તબગિલી જમાતીના રિપોર્ટ પોઝિટિવ 

કર્ણાટક
કર્ણાટકમાં 144થી વધુ કેસ કોરોનાના છે. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. કોરોના વાયરસની સ્થિતિ રિપોર્ટના હવાલાથા જણાવ્યું કે, બેંગલુરુ દેશના એ સાત શહેરમાં સામેલ છે, જ્યાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સૌથી વધુ છે. 

કેરળ
કેરળમાં કોરોના સૌથી વધુ પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીનો અહીનો આંકડો 304 પર પહોંચી ગયો છે. કેરળ એ રાજ્ય છે, જ્યાં જાન્યુઆરીમાં સૌથી પહેલા કોરોના પહોંચ્યું હતું. જોકે, કેરળના દર્દીઓ સાજા પણ થઈ રહ્યાં છે. 

સુરત : શાકભાજી લેવા 10 હજારના ટોળું ઉમટ્યા બાદ આખરે તંત્ર જાગ્યું 

મહારાષ્ટ્ર
આ રાજ્યા કોરોનાનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. મહારાષ્ટ્રમા અત્યાર સુધી 490 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કે, સૌથી વધુ મોત પણ આ જ રાજ્યમાં થયા છે. મુંબઈના વર્લીના કોલીવાડા વિસ્તારમાં અને ગોરેગાંવના ઉપનગરમાં કોરોનાના કેસના આંકડા વધી રહ્યાં છે. અહીં એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી ધારાવીમાં પણ કોરોના પહોંચી ગયો છે. 

તમિલનાડુ
તમિલનાડુમાં પણ કોરોનાનો કહેર મચેલો છે. અત્યાર સુધી આ રાજ્યમાં કુલ 485 કેસ સામે આવ્યા છે. જોકે, આ રાજ્યમાં પણ પોઝિટિવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે.
 
રાજસ્થાન
રાજસ્થાનમાં કોરોનાનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે. 

corona virus 5 એપ્રિલના અપડેટ: 122 કેસ સાથે ગુજરાતની હરણફાળ છલાંગ

તેલંગના
તેલંગનામાં પણ કોરોનાનો આંકડો 269 કેસ છે. 

ઉત્તર પ્રદેશ 
યુપીમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંકડો 227 પર પહોંચી ગયો છે. નોઈડા કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. નોઈડામાં જ લગભગ 38 કેસ છે. આ કારણે નોઈડા સીલ કરી દેવાયું છે. અત્યાર સુધી 626 નમૂનાની તપાસ કરવામાં આવે છે. નોઈડા અને ગ્રેટર નોઈડામાં 1852 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. યુપીનું મેરઠ શહેર બીજુ મોટું હોટસ્પોટ બન્યુ્ છે. જ્યાં કેસનો આંકડો 100ને પાર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news