મૌલિક ધામેચા/અમદાવાદઃ ઈટાલીમાં યોજાયેલી યોરિપિયન માસ્ટર ગેમ્સમાં એથલિટ રોહિત સિંહે દોડની બે જુદી-જુદી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત પોલીસની સાથે-સાથે ભારતનું ગૌરવ વધાર્યું છે. રોહિત સિંહ વાઘેલા અમદાવાદના સરખેજ, પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, પરંતુ પોતાના રમત પ્રત્યેના જુસ્સાના કારણે તેઓ વિવિધ રમતોમાં ભાગ લેતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ પોલીસના બે કર્મચારી હરપાલ સિંહ વાઘેલા (આસીસ્ટન્ટ સબ-ઇન્સ્પેકટર) અને રોહિત સિંહ વાઘેલા (પોલીસ કોન્સ્ટેબલ) ઈટાલીના ટોરિનો ખાતે જુલાઈ માસમાં યોજાયેલી યુરોપિયન માસ્ટર્સ ગેમ્સ, 2019માં ભાગ લેવા ગયા હતા. જેમાં રોહિત સિંહ વાઘેલાએ 800 મી. દોડની સ્પર્ધા અને 400 મી. હર્ડલ્સ સ્પર્ધામાં 1-1 મળીને કુલ બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.  


 'મુખ્યમંત્રી સાથે મોકળા મને' કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કર્યો પ્રજા સાથે સીધો સંવાદ


હરપાલ સિંહ વાઘેલા 51 વર્ષની વયના છે, તેમ છતાં રમત પ્રત્યેનો તેમનો જુસ્સો અકબંધ છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દોડ ટૂર્નામેન્ટમાં ભાગ લેતા આવ્યા છે અને અનેક ગોલ્ડ મેડલ જીત્યા છે. આ વખતની યુરોપિયન માસ્ટર્સ ગેમ્સમાં તેઓ ભાગ લેવા ગયા હતા, પરંતુ તેમને સફળતા મળી ન હતી. આ બન્ને પોલીસકર્મી બે વર્ષ અગાઉ સિંગાપોર અને મલેશિયા ખાતે એશિયા કક્ષાની માસ્ટર ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને અમદાવાદ પોલીસનું નામ રોશન કરી ચુક્યા છે.


રાજ્યમાં અત્યાર સુધી 63.38 ટકા વરસાદ પડ્યો, 36 જળાશયો 50 ટકા સુધી ભરાયા 


રોહિત સિંહ વાઘેલા રાષ્ટ્રીય કક્ષાની રમતોમાં છેલ્લા ત્રણ વર્ષથી 400 મી. હર્ડલ્સમાં સતત ગોલ્ડ મેડલ જીતી રહ્યા છે. આ ઉપરાંત તેમણે વર્ષ 2018માં જ જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. રોહિતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વર્ષ 2018માં મલેશિયા ખાતે યોજાયેલી એશિયન પેસિફિક માસ્ટર્સ ગેમ્સમાં 800 મીટર દોડ અને 400 મી. હર્ડલ્સ મળીને બે સિલ્વર મેડલ જીત્યા હતા. 


જૂઓ LIVE TV....


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....