Navratari Guideline : નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. અમદાવાદમાં લગભગ 50 જેટલા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને ક્લબમાં નવરાત્રિનું આયોજન કરાયું છે. પરંતુ ખેલૈયાઓની સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે ગરબા માટે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. જે બાદ જ ગરબા આયોજકોને પરમિશન આપવામાં આવશે. ગરબા આયોજકોએ ખેલૈયા માટે વીમા પોલિસી લેવી પડશે. સાથે જ ફાયરસેફ્ટી, CCTV અને પાર્કિંગ પણ ફરજિયાત રજૂ કરવુ પડશે. પાર્કિંગ ગરબાના સ્થળથી 100 મીટર દૂર રાખવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું આયોજન કરાયું છે. નવરાત્રિને હવે 10 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ પણ સુરક્ષાના મુદ્દે સજ્જ બની છે. અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. તેના ડોયુમન્ટસ અને સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ આયોજકને પરમિશન મળશે. 


અંબાલાલ પટેલની ભયાનક આગાહી : હવે ગુજરાતમાં વરસાદ નહિ, સીધી વાવાઝોડાની એન્ટ્રી થશે


1. નવરાત્રિ માટેની અરજી 2. આયોજકનું આધાર કાર્ડ 
3. જગ્યા માલિકનું સંમતિપત્ર (જગ્યા ભાડે આપી હોય તો તેનો પુરાવો) 
4. મહિલા તેમજ પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો 
5. ફાયર સેફટી અંગેનું કોર્પોરેશનનું પ્રમાણપત્ર 
6. ઈલેક્ટ્રિક ફિટિંગ અંગેનું ગર્વમેન્ટ ઓથોરાઈઝડ ઈલેક્ટ્રિશિયનનુંં પ્રમાણપત્ર 
7. જનરેટરની વ્યવસ્થા કરી છે કે નહીં તેની વિગત 
8. સીસીટીવી કેમેરા ક્યાં-કેટલા લગાવ્યા છે તેની વિગત 
9. સાઉન્ડ સિસ્ટમવાળા વ્યક્તિનું નામ-સરનામુ ં સહિતની વિગત 
10. આર્ટિસ્ટનું સંમતિપત્ર 
11. વીમા પોલિસી 
12. પાર્કિંગની વ્યવસ્થાની વિગત


ગરબાના આયોજનમાં પાર્કિંગ અને ટ્રાફિક જાળવવુ સૌથી વધુ મહત્વનું છે. તેથી જ અમદાવાદ પોલીસ દ્વારા તેના પર વધુ ફોકસ કરાયું છે. સાથે જ આયોજકોએ એન્ટ્રી-એક્ઝિટ અને પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે કેમેરા લગાવવા પડશે. તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે તે આપવું પડશે. દરેક રાસ-ગરબાના દરેક સ્થળે પુરુષ અને મહિલા સિકયોરિટી ગાર્ડ અને સ્વયંસેવક પણ રાખવા પડશે.


રાજકોટમાં નવરાત્રિ પહેલા કોરોના ત્રાટક્યો, 57 વર્ષના વેપારીનું સારવાર દરમિયાન મોત


ગરબા માટે રાતે 12 વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવી છે. તેથી 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવાશે, સાથે જ અવાજની મર્યાદામાં લાઉડ સ્પીકર વગાડવું પડશે. જેથી આસપાસના વિસ્તારના દર્દી, વૃદ્ધો તથા વિદ્યાર્થીઓ અને નાગરિકોને કોઈ તકલીફ ન પડે. 


તો બીજી તરફ, રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસમાં ઉછાળો આવ્યો છે. આગામી નવરાત્રી પર્વને લઈને રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા નવરાત્રીના આયોજકો સાથે બેઠક યોજી હતી. નવરાત્રી રાસોત્સવના આયોજનોમાં ડોકટરોની ટીમોને સ્ટેન્ડ બાય રાખવા આદેશ કરવામાં આવ્યા હતા. અયોજકોને પ્રાથમિક સારવાર CRPની ટ્રેનીંગ પણ લેવા સૂચના આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, સિવિલ હોસ્પિટલ, IMAના તબીબો સાથે સંકલન કરી હાર્ટ એટેક થી બચવા નવરાત્રીમાં શું કરવું તેની એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવશે. 


એક્સપર્ટસની મોટી સલાહ : જો ગુજરાતમાં આટલો પગાર હોય તો કેનેડા જવાનો વિચાર માંડી વાળજો