એક્સપર્ટસની મોટી સલાહ : જો ગુજરાતમાં તમને આટલો પગાર મળતો હોય તો કેનેડા જવાનો વિચાર માંડી વાળજો

study abroad : ગુજરાતમાં તમારો કેટલો પગાર હોય તો તમે કેનેડા જવુ કે નહિ તે નક્કી કરવું. આ માટે લોકો એક્સપર્ટસની સલાહ લઈ રહ્યાં છે. એક પિતાએ એક્સપર્ટસ પાસે સલાહ માંગી કે, તેમના દીકરીને ગુજરાતમાં 60000 પગારની નોકરી છે. તો શું તેણે કેનેડા જવુ જોઈએ

એક્સપર્ટસની મોટી સલાહ : જો ગુજરાતમાં તમને આટલો પગાર મળતો હોય તો કેનેડા જવાનો વિચાર માંડી વાળજો

Canada Student Visa : કેનેડામાં હાલ ભારતીય વિદ્યાર્થીઓનો પ્રવાહ વધી રહ્યો છે. સારુ શિક્ષણ, સારી લાઈફસ્ટાઈલ, ડોલરમાં કમાણી વગેરે ભારતીયોને આકર્ષે છે. સાથે જ તેની આબોહવા પણ ભારતીયોને માફક આવે તેવી છે, તેથી જ ગુજરાતીઓ પણ કેનેડા જવાનું વધુ પસંદ કરે છે. હાલ ગુજરાતના ખૂણેખૂણેથી લોકો કેનેડા જવા માંગે છે. પરંતુ સવાલ એ છે કે, શુ બધા લોકોએ કેનેડા જવુ જોઈએ. કોણે કેનેડા જવુ જોઈએ અને કોણે નહિ. આ માટે તમને એક્સપર્ટની સલાહ જરૂરથી કામમાં લાગશે.

વિદેશ જવા માટે એક્સપર્ટસની સલાહ અચૂક લેવી. કારણ કે, આ સલાહને અનુસરીને તમે તમારું ભવિષ્ય બનાવી શકો છો. પરંતુ વિદેશ જવું સહેલુ નથી, લાખો ખર્ચ્યા બાદ પણ કેટલાક દેશોમાં કારમી મહેનત હોય છે, પરંતુ હાથમાં કંઈ આવતુ નથી. આવામાં જો તમારો પગાર ગુજરાતમા સારો એવો હોય તો તમારે કેનેડા જવાનો વિચાર પણ ન કરવો જોઈએ. આ પગારમાં તમે ભારતમાં જલ્સાની જિંદગી જીવી શકો છો. ગુજરાતમાં તમારો કેટલો પગાર હોય તો તમે કેનેડા જવુ કે નહિ તે નક્કી કરવું. આ માટે લોકો એક્સપર્ટસની સલાહ લઈ રહ્યાં છે. એક પિતાએ એક્સપર્ટસ પાસે સલાહ માંગી કે, તેમના દીકરીને ગુજરાતમાં 60000 પગારની નોકરી છે. તો શું તેણે કેનેડા જવુ જોઈએ. 

ત્યારે એક્સપર્ટસનું કહેવુ છે કે, સૌથી પહેલા તો મહિનાનો 60,000 હજાર પગાર એટલે વર્ષના 7.2 લાખ થાય અને જો નોકરી સરકારી હોય તો બીજા અન્ય લાભો પણ મળતા હશે. હવે જો ત્યાં જઈને અભ્યાસ કરવાનો થાય તો 2 વર્ષ માટે એટલે કે 15 લાખ રૂપિયા ભૂલી જવાના થાય અને તેની સામે બીજો ત્યાં જવાનો અને ત્યાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો ખર્ચ વગેરેની ગણતરી કરવી પડશે. કેનેડા વિશાળ દેશ છે અને ત્યાં વેટર્નિટી ક્ષેત્રમાં કેવી તકો છે તેનો અભ્યાસ કરવો જોઈએ. આ અભ્યાસ પછી તમારા ખર્ચ અને જે પગાર આવે છે તેના પર બ્રેક લાગી જાય તો પ્લાન B શું છે કોઈ બચત વગેરે છે કે કેમ તે અંગે વિચાર કરવો જોઈએ. કારણ કે પરદેશમાં ગમે તેવી તક હોય પરંતુ પોતાના ઘરથી હજારો કિલોમીટર દૂર જવું એટલે અમુક પ્રમારનું રિસ્ક ત્યાં સેટલ ન થઈ જાવ ત્યાં સુધી રહેશે તેમ માનીને જ ચાલવું જોઈએ.

ભારતમા રહેવાના અનેક ફાયદા છે. કેનેડામાં શરૂઆતના દિવસો બહુ જ કપરા હોય છે. પાર્ટ ટાઈમ નોકરી કરવી પડે છે. જેટલા પગારમાં મળે તેટલા પગારમાં ચલાવી લેવુ પડે છે. કેટલાક કિસ્સામાં તો હવે નોકરીમાં છેતરપીંડી પણ વધી રહી છે. તેમાં પણ કેટલાક લોકોને તેમના ફિલ્ડની નોકરીઓ પણ મળતી નથી. તેથી તેમનુ ફિલ્ડ પણ છૂટી જાય છે. તેથી આજીવન એવી નોકરીઓ કરવી પડે છે, જેમાં તમારું કોઈ કરિયર બનતુ નથી. કોઈને મોટલમાં, તો કોઈને પેટ્રોલ પંપ તો કોઈને રેસ્ટોરન્ટમાં મજૂરીકામ કરવુ પડે છે. જો આ બધુ કરવાની તમારી તૈયારી હોય તો જ કેનેડા જવાની હિંમત કરજો. 

પરંતુ જો તમને તમારા ફિલ્ડની નોકરી મળી ગઈ તો તમે કેનેડામાં સુખી થઈ જશો. કારણ કે, તો તમારી ડોલરમાં આજીવન કમાણી પાક્કી. કેનેડામા હાલ નોકરી મળવાના ફાંફા છે, તેથી કેટલો ખર્ચો થાય છે અને કેવી રીતે કમાણી કરશો અને આવકના સ્ત્રોત શુ તે પણ ચકાસી લેવું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news