અંબાલાલ પટેલની ભયાનક આગાહી : હવે ગુજરાતમાં વરસાદ નહિ, સીધી વાવાઝોડાની એન્ટ્રી થશે

Ambalal Patel Monsoon Prediction For Navratri 2023 : 7થી 9 ઓક્ટોબરે મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. તે પછી પણ મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. એેક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કરા સાથે વરસાદની શક્યતા રહેશે

અંબાલાલ પટેલની ભયાનક આગાહી : હવે ગુજરાતમાં વરસાદ નહિ, સીધી વાવાઝોડાની એન્ટ્રી થશે

Gujarat Weather Forecast : આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતું છતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા અને ઉત્તર ભારતમાં ઠંડી જલ્દી આવશે. જળની અસરના કારણે ગુજરાતમાં પણ વહેલી સવારે અને રાત્રે ઠંડા પાવનોના કારણે ઠંડક વધશે. હાલની ગરમીમાં ઘટાડો થશે. 5-6-7 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળો આવશે. જેમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જનધનમાં રોગ આવવાની શક્યતા છે. 7 થી 10 ઓક્ટોબરે દેશના ઉતરીય પર્વતીય પ્રદેશો પંજાબ, રાજસ્થાન, હરિયાણામાં કરા સાથે વરસાદ થશે, જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. ત્યાર બાદ પણ પશ્ચિમી વિક્ષેભ આવશે. સીઝનની પહેલી હિમવર્ષા 7-9 ઓક્ટોબરમાં થશે. 12 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતા છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં પણ હલચલ થઇ શકે છે. 

અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. તાપી, સુરત, નવસારી, ડાંગ, આહવાના ભાગોમાં વરસાદની શક્યતા છે. 7 ઓક્ટોબર પછી ચક્રવાત બનવાની સંભાવના છે. જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારે વાવાઝોડાની સંભાવના છે. 

તો હવામાન વિભાગની આગાહી એવી છે કે, રાજ્યમાં આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. 14 અને 15 ઓકટોબરના વરસાદની કોઈ શક્યતા નથી. હાલ કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નથી. રાજ્યના મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. આગામી બે દિવસમાં સમગ્ર રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. સાથે જ ઓકટોબરમાં તાપમાન સામાન્ય રહેશે. 

ઓક્ટોબરમાં આકરો તાપ પડવાની આગાહી
રાજ્યમાં ચોમાસાની વિદાયની શરુઆત થઈ ગયી છે.ઓક્ટોબરમાં રાજ્યમાં આકરો તાપ પડવાની સંભાવના છે.આગામી થોડા દિવસોમાં જ ગરમી વધશે. જ્યારે ગુજરાતમાં શિયાળો મોડો શરૂ થાય તેવી સંભાવના સ્કાયમેટે વ્યક્ત કરી છે.જો કે અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદની આગાહી કરી છે.આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. પ્રથમ નોરતાનાં દિવસે રાજ્યમાં અનેક સ્થળે વરસાદની સંભાવનાં છે. 17 ઓક્ટોમ્બર બાદ બંગાળ- અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. પ્રથમ નોરતામાં અને દશેરાનાં દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news