* ગુસ્સામાં પોલીસ કર્મી વિક્રમસિંહે મહિલાને માર્યા લાફા
* મહિલા નો વિડીયો વાયરલ થવા બાબતે પોલીસની સ્પષ્ટતા
* વિડીયો નવરંગપુરાના કોમર્સ છ રસ્તાનો હોવાનુ સામે આવ્યું
* પોલીસકર્મીનું વર્તન અયોગ્ય અને શિસ્ત વિરોધી હોવાથી પગલા લેવાશે
* મહિલાએ ગાડીનો દરવાજો બંધ કરતા પોલીસકર્મી વિક્રમસિંહને વાગ્યો હતો
* ગઈકાલે પ્રતિક શાહ નામના યુવકે માસ્ક ન પહેરતા દંડ ફટકારતા વિવાદ થયો

 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય રંજન/અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં માસ્ક બાબતે રાહદારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસકર્મીએ યુવતીને થપ્પડ મારતા વિડીયો વાઈરલ થતા ચકચાર મચી ગઇ છે. ઉચ્ચ અધિકારીના ધ્યાને આવતા સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના અન્ય શહેર અને અમદાવાદમાં પણ  માસ્કના દંડને લઈ પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના અનેક બનાવો સામે આવી ચુક્યા છે, ત્યારે વધુ એક વખત બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. માસ્કના દંડના ટાર્ગેટ પૂરા કરવાને લઈ પોલીસ લોકો પાસે ગમે તે રીતે દંડ વસૂલી રહી હોવાના આક્ષેપો પણ થઇ રહ્યા છે.


ઠગોએ રામને પણ ન છોડ્યા! રામ મંદિરના નામે દાન આપતા પહેલા વાંચી લો આ ખબર


અમદાવાદ પોલીસ હવે કેવી ગુંડાગીરી પર ઊતરી આવી હોવાનું સામે આવ્યું છે. આવો જ એક વિડિયો સોશિયલ મીડિયામાં ધૂમ વાઇરલ થયો છે. જેમાં એક યુવકને પોલીસ માસ્કના દંડને લઈ ગાડીમાં બેસાડે છે અને તેની સાથે રહેલી યુવતી એ બાબતે રકઝક કરે છે. જેના પગલે પોલીસકર્મી યુવતીને બે થપ્પડ મારી દે છે. એક મહિલા પર પોલીસકર્મી હાથ ઉપાડી શકતો નથી. તેમ છતાં પણ તે યુવતીને લાફા મારે છે.



ગર્લફ્રેંડના લેપટોપમાં રેગિંગનો એક વીડિયો જોયો, યુવકને એવી લત પડી ગઇ કે 5 રાજ્યોમાં મચાવ્યો હાહાકાર


વિડિયોમાં જે ગાડી દેખાય છે એના પર અમદાવાદ સિટી પોલીસ લખેલું છે અને P1238 લાલ કલરથી લખેલું છે. ત્યારે આ વિડીયો અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઝોન 1 ડીસીપીએ આ અંગે પણ તપાસના આદેશ આપી દીધા છે. જો કે હવે કોરોના ધીરે ધીરે નબળો પડી રહ્યો છે. ત્યારે માસ્ક બાબતે પોલીસની આટલી સખ્તી સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube