ઠગોએ રામને પણ ન છોડ્યા! રામ મંદિરના નામે દાન આપતા પહેલા વાંચી લો આ ખબર

ભગવાન રામના નામે છેતરપિંડી કરનાર એક ઈસમને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાએ ઝડપી પાડ્યા છે. હાલ દેશભરમાં હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય રામ મંદિર બનાવવા માટે નિધી એકત્ર કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાંથી એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યા છે. જે ભવ્ય રામ મંદિર બનાવવા માટે ખોટી રસોડામાં લોકોને આપી ફંડ એકત્ર કરી રહ્યો હતો. આ આરોપીને પકડી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

Updated By: Jan 15, 2021, 05:06 PM IST
ઠગોએ રામને પણ ન છોડ્યા! રામ મંદિરના નામે દાન આપતા પહેલા વાંચી લો આ ખબર

ચેતન પટેલ/સુરત : ભગવાન રામના નામે છેતરપિંડી કરનાર એક ઈસમને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાએ ઝડપી પાડ્યા છે. હાલ દેશભરમાં હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય રામ મંદિર બનાવવા માટે નિધી એકત્ર કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાંથી એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યા છે. જે ભવ્ય રામ મંદિર બનાવવા માટે ખોટી રસોડામાં લોકોને આપી ફંડ એકત્ર કરી રહ્યો હતો. આ આરોપીને પકડી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

જામનગરમાં ગાડી ભરીને હથિયારો સાથે હત્યારાઓ ઝડપાયા, હથિયારો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસ દ્વારા એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન થકી સામાન્ય વ્યક્તિ પાસે પણ  સામાન્ય રાશિ એકત્ર કરવામાં આવી રહ્યું છે. જ્યારે રામના નામે લોકોને ફસાવવાનું કાવતરુ પણ શરૂ થઈ ગયું છે. લોકોની આસ્થા સાથે છેતરપિંડી કરનાર આવો જ એક ઈસમ સુરતના સરથાણા વિસ્તારથી પકડાયો છે. આરોપીનું નામ અમિત પાંડે છે. જે ફ્રુટની લારી ચલાવે છે અને કાપોદ્રા વિસ્તારમાં રહે છે. પરંતુ જ્યારથી અભિયાન શરૂ થયું છે ત્યારથી તેને કાપોદ્રા વિસ્તારમાં ટેબલ લગાવી નકલી રસીદ બનાવીને રામ ભક્તો પાસેથી ફંડ ઉપર આવી રહ્યો હતો. 

ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફની હિંમત વધારવા ડો.નિયતિ પહેલી વેક્સીન લેશે 

વિશ્વ હિન્દુ પરિષદ સભ્ય કમલેશ ભાઈ ક્યાડાને મળેલી માહિતી મુજબ આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, રસીદ આપવાની તમામ જવાબદારી તેમની પાસે છે. અત્યારે સુધી નિધિ એકત્ર કરવા માટેની શરૂઆત થઇ નહોતી પરંતુ મકરસંક્રાંતિના રોજ મંડપ બનાવીને આરોપી ફંડ એકત્ર કરવા માટે બોગસ રસીદ લઈને બેસ્યો હતો. 

વડસર બ્રિજ ઉતરતા સમયે મજૂરના ગળામાં પતંગની દોરી લપેટાઈ, તરફડી તરફડીને થયું મોત

આરોપી પાસેથી જે રસીદ મળી આવી છે, તેની ઉપર રસીદ નંબર પણ નથી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વ્યક્તિની પૂછપરછ કરવા બાદ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. આરોપી અમે તો પાંડે મૂળ ઉત્તર પ્રદેશના જિલ્લા વિસ્તારનો છે. તેની આ કારસ્તાન થી લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા છે. જોકે પોલીસે તેની પાસેથી નકલી રસીદ જપ્ત કરી અત્યાર સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને કેટલા ફંડ એકત્ર કર્યા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube