ઉદય રંજન/અમદાવાદ : આજના જમાનામાં હજુય ઘરડા ઘરમાં અનેક ઘરડા માતા પિતા આશરો લઈ રહ્યા છે. અનેક એવા સંતાનો છે જે તેમના માતા પિતાને રાખતા નથી. આખી જિંદગી જે સંતાનો ને પાળી પોશી મોટા કર્યા તે જ સંતાનો હવે માતા પિતાની કાળજી નથી રાખતા એવી અનેક ઘટનાઓ સામે આવે છે. શહેરનો આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પુત્રએ માતાની કાળજી ન રાખી અને ભરણપોષણ સાથે દવાઓનો ખર્ચ ન આપતા માતાએ ડેપ્યુટી કલેકટરને અરજી કરી મદદ માંગી હતી. બાદમાં હવે માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુરમાં CORONA ડ્યુટી દરમિયાન મૃત્યુ પામનાર 108ના પાયલટને 50 લાખની સહાય


અસારવામાં રહેતા 84 વર્ષીય વૃદ્ધા વર્ષ 2014થી તેમના મોટા પુત્ર, પુત્રવધુ અને પૌત્ર તથા તેની પત્ની સાથે રહે છે. વૃદ્ધા ને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. દીકરી લગ્ન બાદ તેના સાસરે રહે છે. વૃદ્ધા ના પતિનું વર્ષ 2002 માં બીમારીના કારણે અવસાન થયું હતું. વર્ષ 2014 પહેલા વૃદ્ધા સંયુક્ત કુટુંબ માં રહેતા હતા અને તેમના બને પુત્રો ભરણ પોષણ અને દવાદારૂનો ખર્ચ ઉઠાવતા હતા. પણ વર્ષ 2014 બાદ વૃદ્ધાનો નાનો પુત્ર પત્ની અને સંતાન સાથે હીરાવાડી રહેવા જતો રહ્યો હતો. જેથી વૃદ્ધાનો મોટો પુત્ર દવાદારૂનો ખર્ચ અને ભરણ પોષણનો ખર્ચ ઉઠાવતો હતો. નાનો પુત્ર સારું કમાતો હોવા છતાંય કોઈ ખર્ચ ઉઠાવતો નહિ જેથી વૃદ્ધાએ દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધીને ન્યાયની માંગ કરી છે.


Jamnagar: તંત્રની એક ભુલ અને અને અડધુ જામનગર પાણીમાં, કોર્પોરેટરનો ચોંકાવનારો દાવો...


પુત્રને લઈને વૃદ્ધ માતાએ સીટી ડેપ્યુટી કલેકટર ઇસ્ટ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરીમાં ભરણ પોષણની અરજી અપીલ કરી હતી. જે અરજી પર 3 ઓક્ટોબર 2019 ના રોજ હુકમ થયો કે વૃદ્ધાના નાના પુત્રએ દર મહિનાની પાંચમી તારીખે પાંચ હજાર માતાના ભરણ પોષણ અને દવા ના આપવાના રહેશે.  છતાંય વૃદ્ધાનો નાનો પુત્ર આ ખર્ચ ન આપી તેઓની જવાબદારી ન નિભાવી ભરણ પોષણનો ખર્ચ વર્ષ 2019થી ન આપતા વૃદ્ધાએ આ હુકમની નકલ સાથે પોલીસની મદદ લીધી હતી. પોલીસે આવા પુત્રને પાઠ ભણાવવા તેની સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી શબક શીખવાડવા તપાસ શરૂ કરી છે. વૃદ્ધાએ ઘડપણ પોતાનાં દીકરાને આશરે કાઢવાનું વિચાર્યું હતું. પરંતુ પુત્રએ છેતરપીંડીથી બેન્કમાંથી પૈસા ઉપાડી દિધા હતા. જેથી ઘડપણમાં માતાને ઠોકર ખાવાનો વખત આવ્યો છે. આ માતા પોતાનું ઘડપણ સ્વમાનથી જીવે અને પોલીસ મદદરૂપ થાય તેવી માંગ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube