અમદાવાદ : નવજાત બાળકોને તરછોડવાની ઘટનાઓ શહેરમાં વધી રહી છે. નિષ્ઠુર વ્યક્તિ કે માતા બાળકને રોડ પરથી કે કચરાપેટી પાસે છોડી જાય છે ત્યારે રાયપુરમાં મહિતપરામ રૂપરામ આશ્રમ બહાર બાંધેલા પારણામાં એક બાળકી મળી આવી હતી. ગઇકાલે વહેલી સવારી બાળકીનાં રડવાનો અવાજ અને પગ પછાડવાનો અવાજ આવ્યોને ગૃહમાતાને જાણ થતા પોલીસને જાણ કરાઇ હતી. કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં 19 તાલુકામાં મેઘમહેર, વેરાવળમાં 5 ઇંચ, સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ

રાયપુર દરવાજા પાસે મહિપતરામ રૂપરામ આશ્રમ આવેલો છે. નિરાધાર કે કરછોડેલા બાળકોની સારસંભાળ આ આશ્રમમાં કરવામાં આવે છે. રોડ પર કે કચરાપેટીમાં બાળક તરછોડી ન દે તે માટે આશ્રમ બહાર એક પારણું મુકવામાં આવેલું છે. જેમાં પારણામાં કોઇ નિરાધાર બાળકો મુકી જાય તો તેને આ આશ્રમ દ્વારા પાલન કરવામાં આવે છે. ગઇકાલે વહેલી સવારે દુધવાળો અને રસોયો આવ્યા હતા. 


સન ફાર્માએ લોન્ચ કરી Corona ની દવા FLUGUARD, કિંમત છે માત્ર 35 રૂપિયા

દુધ લેવા ગૃહમાતા બહાર આવ્યા ત્યારે પારણું હલતું હતું. તેમાં પગ પછાડવાનો અને રડવાનો અવાજ આવવા લાગ્યો હતો. તેઓ જો કે એક તાજી જન્મેલી નવજાત બાળકી હતી. આ બાળકી બે કિલો વજનની આશરે સાતેક દિવસની હશે. કાગડાપીઠ પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ગુનો નોંધી બાળકીને તરછોડી દેનારને પકડવા તજવીજ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર