Ahmedabad News : અમદાવાદ માટે 16 અને 17 સપ્ટેમ્બરના દિવસ મહત્વના છે. કારણ કે, આ બે દિવસમાં ઈદના જુલુસ, ગણેશ વિસર્જનને કારણે અમદાવાદના અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અમદાવાદના કોટ વિસ્તાર તથા રિવરફ્રન્ટના માર્ગ બંને તહેવારોને કારણે બંધ રહેશે. તેથી અમદાવાદીઓએ બંધ કરાયેલા રસ્તાને બદલે વૈકલ્પિક રુટના ઉપયોગ કરવાની અમદાવાદ પોલીસે સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ઈદ-એ-મિલાદના જુલુસના પગલે બપોરે 2 વાગ્યાથી જમાલપુર, ખમાસા, રાયખડ, ઘી કાંટા, લાલા દરવાજા સહિતના કેટલાક રસ્તા બંધ કરાયા છે. તો મંગળવારે ગણપતિ વિસર્જનના કારણે પણ કેટલાક રસ્તાઓ બંધ રહેવાના છે. આ કારણે વૈકલ્પિક રુટ જાહેર કરાયા છે. તેની અમદાવાદીઓે ખાસ નોંધ લેવી. 


આજે 16 સપ્ટેમ્બરે કયા કયા રસ્તા બંધ રહેશે
16 સપ્ટેમ્બરે ઇલે-મિલાદના દિવસે બપોરે બે વાગ્યાથી જમાલપુરથી ખમાસા રાયખડ થઈને લાલદરવાજા સુધીનો રસ્તો બંધ રહેશે. તેમજ ઘી કાંટા ચાર રસ્તાથી વીજળી ઘર સુધીનો રસ્તો બંધ રહેશે. તેના બદલે વૈકલ્પિક રૂટ તરીકે લાલ દરવાજાથી શાહપુર ચાર રસ્તાથી દિલ્હી દરવાજા તરફ અવર જવર કરી શકાશે. તેમજ એએમટીએસ બસો લાલ દરવાજા રાયખડથી, ગાયકવાડ હવેલી, જમાલપુર ચાર રસ્તા, સ્લોટર હાઉસ ગીતામંદિરથી આસ્ટોડીયા તરફ અવર જવર કરી શકશે.


વરસાદ તો આવશે જ, વરસાદની સાથે વાવાઝોડું પણ આવશે, અંબાલાલ પટેલની આગાહી


આવતીકાલે 17 સપ્ટેમ્બરે કયા કયા રસ્તા બંધ રહેશે


  • એસ.ટી. (ગીતામંદીર) થી જમાલપુર બ્રીજ ઉપર થઈ સરદારબ્રીજ થઈ પાલડી તરફ આવ-જા કરી શકાશે નહી.

  • એસ.ટી. (ગીતામંદીર) થી રાયપુર ચાર રસ્તા થઈ સારંગપુર સર્કલથી રેલ્વે સ્ટેશનથી કાલુપુર ઇનગેટ તરફ આવ-જા કરી શકાશે નહી.

  • કાલુપુર રેલ્વે સ્ટેશનથી સારંગપુર સર્કલ થઇ કાગડાપીઠથી રાયપુર ચાર રસ્તાથી આસ્ટોડીયા દરવાજાથી ખમાસા ચાર રસ્તાથી વિક્ટોરીયા ગાર્ડનથી એલીસબ્રીજ થી ટાઉનહોલ સર્કલ સુધી આવ-જા કરી શકાશે નહી.

  • કામદાર મેદાન ચાર રસ્તા થી સારંગપુર ઓવરબ્રિજ થઈ સારંગપુર સર્કલ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે

  • દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલથી ( પોલીસ કમિશનરશ્રીની કચેરીથી કેન્દ્રીય વિદ્યાલય કટથી ડાબી બાજુ વળી તાવડીપુરા પોલીસ લાઈનથી દધિચિ બીજ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે. 

  • દિલ્હી દરવાજાથી દરીયાપુર સર્કલથી ઈદગાહ સર્કલથી બાબુ જગજીવનરામ બીજ થઈ ગીરધરનગર સર્કલથી મહારાજ પ્રફનારસ્વામી બ્રીજ નીચેથી અંડરબ્રીજ સર્કલ થી અવર જવર કરી શકાશે. (બી) દિલ્હી દરવાજાથી લીમડા ચોકથી લીથો પ્રેસથી હનુમાનપુરા કટથી દધિચી બ્રીજ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.


રિવરફન્ટનો પશ્ચિમ માર્ગ : વાડજ સ્મશાન ગૃહ કટથી શરુ થતો પશ્ચિમનો આંબેડકર બ્રીજ નીચે સુધીનો રીવરફ્રન્ટ જતો-આવતો રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે


રિવરફ્રન્ટનો પુર્વ માર્ગ : પીકનીક હાઉસ રિવરફ્રન્ટથી શરુ થતો પુર્વનો આંબેડકર બ્રીજ નીચે સુધીનો રીવરફ્રન્ટ જતો-આવતો રોડ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.


બારોટ પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, દીકરાની જન્મદિવસની પાર્ટીમાં માતાનું મોત, CCTV



આ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો


  • એસ.ટી. (ગીતામંદીર) થી જમાલપુર બ્રીજ નીચે (ચાર રસ્તા) થી ડાબી બાજુ બહેરામપુરાથી દાણિલીમડા ચાર રસ્તા થઈ જમણીબાજુ વળી આંબેડકર બ્રીજ થઈ અંજલી ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા થઈ આશ્રમ રોડ ઉપર આવ-જા કરી શકાશે.

  • એસ.ટી.થી ભુલાભાઈ ચાર રસ્તા થી કાંકરીયા ચોકી થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઈ ઝઘડિયા ઓવરબ્રિજ થઈ અનુપમ સિનેમા થઈ ગોમતીપુર રેલ્વે કોલોની થઈ કાળીદાસ ચાર રસ્તા થઈ સરસપુર આંબેડકર હોલ થઈ કાલુપુર બ્રીજ થઈ રેલ્વે સ્ટેશન ઇનગેટ તથા નરોડા તરફ આવ-જા કરી શકાશે.

  • કાલુપુર રેલ્વે સ્ટેશન થઈ કાલુપુર સર્કલ થઈ કાલુપુર બ્રીજ થઈ આંબેડકર હોલ થઈ માણેકલાલ મિલ થઈ કાળીદાસ ચાર રસ્તા થઈ ગોમતીપુર રેલ્વે કોલોની થઈ અનુપમ સિનેમા થઈ ગાયત્રી ડેરી થઈ ઝઘડિયાબ્રિજ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તાથી ઠાબી બાજુ વળી દાણિલીમડા ચાર રસ્તાથી સીધા આંબેડકર બ્રીજ થઈ અંજલી સર્કલથી પાલડી થઈ આશ્રમ રોડ ઉપર આવ-જા કરી શકાશે.

  • કામદાર મેદાન ચાર રસ્તા થી ચારતોરા કબ્રસ્તાન થઈ આર.સી ટેકનીકલ હાઈસ્કુલ થઈ ઈટવાડા સર્કલ કાલુપુર તરફ તથા કામદાર મેદાન ચાર રસ્તા થી | રખિયાલ ચાર રસ્તા થી જમણી બાજુવળી સુખરામ નગર પાણી ટાંકી થઈ અનુપમ સિનેમા થઇ દેડકી ગાર્ડન ચાર રસ્તા અવર જવર કરી શકાશે.

  • દિલ્હી દરવાજાથી દરીયાપુર સર્કલથી ઈદગાહ સર્કલથી બાબુ જગજીવનરામ બીજ થઈ ગીરધરનગર સર્કલથી મહારાજ પ્રફનારસ્વામી બ્રીજ નીચેથી અંડરબ્રીજ સર્કલ થી અવર જવર કરી શકાશે. 

  • દિલ્હી દરવાજાથી લીમડા ચોકથી લીથો પ્રેસથી હનુમાનપુરા કટથી દધિચી બ્રીજ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે. (બી) દિલ્હી દરવાજાથી શાહપુર ચાર રસ્તાથી શંકરભુવન ટી થી ગાંધીબીજથી ઇન્કમટેક્ષથી અવર જવર કરી શકાશે.

  • વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઈ ઉસ્માનપુરા ચાર રસ્તા થઈ ઈન્કમટેક્ષ ઓવર બ્રીજ મધ્ય ભાગ થઈ બાટા શો રૂમ ચાર રસ્તા થઈ ડિલાઈટ ચાર રસ્તા થઈ નહેરુબ્રીજ ચાર રસ્તા થઈ ટાઉન હોલ ચાર રસ્તા થઈ પાલડી ચાર રસ્તા થઈ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈ અંજલી ઓવર બ્રીજ મધ્ય ભાગ થઈ અવર જવર કરી શકાશે.

  • ડફનાળા ચાર રસ્તા થઈ શાહીબાગ અંડરબ્રીજ થઈ નમસ્તે સર્કલ થઈ દિલ્હી દરવાજા થઈ મિરઝાપુર રોડ થઈ વીજળીયર તેમજ લાલ દરવાજા રોડનો અવર- જવર માટે ઉપયોગ કરી શકાશે.


તબાહી આવશે કે પ્રલય? પૃથ્વીની ફરતે બે ચંદ્ર જોઈ વૈજ્ઞાનિકો પણ ચોંક્યા, કંઈક મોટું થશ