• અમદાવાદમાં વિદેશી ફટાકડા વેચવા કે ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.

  • અમદાવાદમાં ઓનલાઈન ફટાકડા વેચવા પર પણ પ્રતિબંધ મૂકાયો.

  • ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો


ઉદય રંજન/અમદાવાદ :ગઈકાલે ગુજરાતમાં ફટાકડા જાહેરમાં ફોડવાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથ જ ફટાકડા ગેરકાયદેસર આયાત કરવા પર પણ પ્રતિબંધ (crackerts ban) મૂકાયો છે. ત્યારે ફટાકડા ફોડવાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, અમદાવાદીઓ દિવાળીના દિવસો દરમિયાન રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.


આ પણ વાંચો : 300 મીટરની ઊંડી ખીણ જોઈને તમ્મરિયા આવી જાય, ત્યાં ખાબકી ગુજરાતી યુવકોની કાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના રસ્તા પર લૂમ નહિ ફોડી શકાય 
અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, લૂમ જેવા ફટાકડા વધુ પ્રદુષણ કરતા હોવાથી તે ન ફોડવા આદેશ કરાયો છે. સાથે જ માન્ય ધ્વનિસર વાળા જ ફટાકડા ફોડવા કે વેચવા સૂચના અપાઈ છે. સાથે જ અમદાવાદમાં વિદેશી ફટાકડા વેચવા કે ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તો અમદાવાદમાં ઓનલાઈન ફટાકડા વેચવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. 


ફટાકડાના આયાત પર પ્રતિબંધ
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં હવે નિયત મર્યાદામાં જ ફટાકડા ફોડી શકાશે. દિવાળીના તહેવારને લઈને ગૃહ વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ લોકોએ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે. હવે જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય. તેમજ ગેરકાયદેસર આયાત કરાતા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. 


આ પણ વાંચો : ઉત્તરાખંડ ફરવા ગયેલા ત્રણ ગુજરાતી મિત્રોની કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત, એક લાપતા


ગૃહ વિભાગનું જાહેરનામુ
ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, રાજ્યમાં ફટાકડા નિયત સમય મર્યાદામાં જ ફોડી શકાશે. સુપ્રિમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. સાથે જ જાહેરમાં ફટાકડા નહિ ફોડી શકાય. ગેરકાયદે આયાત કરતા ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. સુપ્રિમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા બાબતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 


આ પણ વાંચો : ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો