અમદાવાદ: લોકડાઉનનું પાલન કરાવવા નિવૃત કર્મચારીઓ અને અદ્યતન ટેક્નોલોજીની સેવા લેવાશે
કોરોના વાયરસની મહામારીને માત આપવા માટે હવે શહેર પોલીસ સુસજ્જ બની છે. તમામ સરકારી વિભાગો હાલ કાર્યરત છે. બીજી તરફ સમગ્ર રાષ્ટ્રમાં હાલ લોકડાઉનનો માહોલ છે, તેવામાં ઘણા એવા શહેરીજનો હજી પણ લોકડાઉનના નિયમોનો સરેઆમ ઉલ્લઘન કરી રહ્યા છે. ત્યારે શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જાળવવા બિનજરૂરી ટોળા વળતા અને વાહનો લઈ નીકળતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
મૌલિક ધામેચા/ અમદાવાદ : કોરોના વાયરસની મહામારીને માત આપવા માટે હવે શહેર પોલીસ સુસજ્જ બની છે. તમામ સરકારી વિભાગો હાલ કાર્યરત છે. બીજી તરફ સમગ્ર રાષ્ટ્રમાં હાલ લોકડાઉનનો માહોલ છે, તેવામાં ઘણા એવા શહેરીજનો હજી પણ લોકડાઉનના નિયમોનો સરેઆમ ઉલ્લઘન કરી રહ્યા છે. ત્યારે શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જાળવવા બિનજરૂરી ટોળા વળતા અને વાહનો લઈ નીકળતા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
લોકડાઉનનાં કડક પાલન માટે પોલીસ પ્રતિબદ્ધ, સામ,દામ, દંડ ભેદથી નાગરિકોની સુરક્ષા
અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે, પરંતુ લોકડાઉનનો અમલ શહેરના ઘણાખરા વિસ્તારમાં હજી જોવા નથી મળી રહયો. જેથી જ ગુનાના આંકડામાં વધારો જોવા મળી રહયો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ હવે ટેક્નોલોજીની મદદ લઈને લોકડાઉનની અમલવારી કરાવી રહી છે. જયારે બીજી તરફ સામાન્ય શહેરીજનો હજી કોરોના વાયરસની ગંભીરતાને સમજવા નથી માંગતી તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.
કોરોના વાયરસને હરાવી 75 વર્ષ વૃદ્ધા જીત્યા જંગ,ધાર્મિક પુસ્તકો ઘરનું ભોજન છે રામબાણ
ગુગલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગ દ્વારા શહેરના દરેક વિસ્તારમાં બાજ નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ક્યાં વિસ્તારમાં ટ્રાફિક કેટલો છે તે જાણીને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી રહી છે. જેથી સ્થાનિક પોલીસ તાતકાલિક પિન લોકેશન ઉપર પોહચી બહાર આવેલા તમામ લોક ને કડકાઈ પૂર્વક લોકડાઉનનો અમલ કરાવામાં આવી છે. બીજી તરફ હોમ કવોરન્ટાઈનમાં હાલ 2236 લોકોને રખવામાં આવ્યા છે. જેમાંથી 1696 લોકોની મેડિકલ તપાસ પૂર્ણ કરવામાં આવી ચુકી છે.
કોરોનાની ખેર નથી! સંપુર્ણ સ્વદેશી બનાવટનું વેન્ટિલેટર રાજકોટની કંપનીએ માત્ર 1 લાખમાં તૈયાર કર્યું
અમદાવાદમાં પોલીસે ડ્રોન કેમેરાથી નજર રાખી 13 ગુના નોંધી 48 આરોપીઓની અટકાયત કરાઈ છે. ત્યારે 100 નંબર પર જાહેરનામા ભંગ બદલ એક દિવસમાં 335 કોલ આવી ચુક્યા છે. સાથે જ હોમ ક્વોરેન્ટાઇન કરાયેલા 2236 વ્યક્તિઓ માંથી 1696 વ્યક્તિઓને ચેક કરાયા છે. 70 જેટલા મેગા ફોન્સની આપ્યા છે. જે વાયરસે સમગ્ર વિશ્વમાં કાળો કહેર વર્તાયો છે તેની સામે લડત આપવામાં હાલ સંત્રીથી લઈને મંત્રી સુધીના તમામ અધિકારીઓ પોતાની દિવસ-રાત એક કરીને પોતાના રાષ્ટ્ર અંગેની ચિંતા કરી રહ્યો છે. તેવા સંજોગોમાં RTO ઇનપેક્ટર અને TRB જવાનો શહેરના છેવાડાના વિસ્તારમાં ચેક પોસ્ટ બનાવની કામગીરી હાલ શરુ કરી દીધી છે. શહેરમાં જે લોકો ફૂટપાથ ઉપર સુઈ રહ્યા છે તે તમામને રેનબસેરા અને શૈલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવશે. તે તમામ લોકોને AMC તરફથી જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ પુરી પાડવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube