કોરોના વાયરસને હરાવી 75 વર્ષ વૃદ્ધા જીત્યા જંગ,ધાર્મિક પુસ્તકો ઘરનું ભોજન છે રામબાણ
Trending Photos
રાજકોટ : રાજકોટમાં 24મી તારીખે 75 વર્ષનાં વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગઇ છે. જે કુલ 10 કેસ રાજકોટમાં નોંધાયા છે તેમાંથી આ વૃદ્ધા સૌથી મોટી ઉંમરના છે પણ કોરોનાની લડાઇમાં તેઓ ખુબ જ ઝડપથી રિકવર થઇ રહ્યા છે. જો કે તેના માટે તેમની સારી રોગપ્રતિકારક શક્તિ જ કામે લાગી હતી.
આ અંગે જણાવતા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, દર્દીની સારવાર સરકારી ગાઇડલાઇન અનુસાર કરવામાં આવી છે. તેઓ ખુબ જ ઝડપથી રિકવર થઇ રહ્યા છે. આ ઉપરાંત સૌથી મહત્વનું છે કે તેમની આટલી ઉંમર હોવા છતા પણ તેમને વેન્ટિલેટરની જરૂર નથી પડી. તેમનાં કેસમાં વાયરસ ફેફસાને વધારે ડેમજ કરી શક્યો નથી. તે ન માત્ર ડોક્ટર્સની પરંતુ તેમની પણ મોટી સફળતા છે. તેમની રોગપ્રતિકારક શક્તિ ખુબ જ સારી રીતે થઇ રહી છે.
રોગપ્રતિકારક શક્તિ અંગે જ્યારે વૃદ્ધાને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મે છેલ્લા 35 વર્ષથી ક્યારે પણ બહારનું ખાધુ નથી. દિવસે હું ખુબ જ સમતોલ આહાર લઉ છું. ડાયાબિટિસનાં કારણે ભાત નથી ખાતી અને ફળાહાર કરૂ છું. આ ઉપરાંત આજની તારીખે પણ હું મારુ સ્કુટર મારી રીતે જ ચલાવું છું.ધાર્મિક પુસ્તકોનું સતત વાંચનથી સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી હું વધારે શક્તિથી તેની સામે લડી શકી. આ ઉપરાંત ઘરનું જ ભોજન લેવાનાં કારણે મારી રોગપ્રતિકારક શક્તિ વધારે ઇફેક્ટિવ બની હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે