Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : પોપ્યુલર બિલ્ડરના જમીન કૌભાંડના સાથે સાથે તેમના ભત્રીજા અને હવે તેમના સાળાએ પણ સિલસિલો ચાલુ રાખ્યો છે. જે પ્લોટ પોતાના નામે નથી તેવો પ્લોટ વેચાણના બહાને 3.25 કરોડ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદ અનુસંધાને સેટેલાઇટ પોલીસે 2 ની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોપ્યુલર બિલ્ડરના નટુ પટેલના સાળા અને બે પુત્રો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પંકજ હાથીભાઈ પટેલ અને તેના બે પુત્રો માલવ અને રોમિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જે પ્લોટ પોતાના નામે ન હોવા છતાં તમામ ભેગા થઈ ખોટા બાનાખત બનાવી આપી 3.25 કરોડ પડાવી લીધા હતા. જે રૂપિયા પરત ન આપી છેતરપીંડી કરી ધમકી આપી હતી. જે અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી બે આરોપી પંકજ પટેલ અને તેમના પુત્ર રોમિલ પટેલની ધરપકડ કરી છે. જ્યારે માલવ પટેલ ફરાર છે. જેની શોધખોળ હાથ ધરી છે.


આ પણ વાંચો : 


અંબાજીમાં ચીકીનો પ્રસાદ જોઈ ભક્તો ભડક્યા, બોલ્યા-અમને તો મોહનથાળ જ જોઈએ


મહત્વનું છે કે ફરાર આરોપી માલવ પટેલની સાસુ સાધનાબેન શાહે ફરિયાદ નોંધાવી છે કે, તેમના જમાઈ માલવ તેનો ભાઈ રોમિલ અને તેમના પિતા પંકજ પટેલે સુરત ખાતે આવેલા 412 ચોરસ મીટરના પ્લોટ વેચાણ આપવાના બહાને 3.25 કરોડ પડાવી લીધા હતા. જે બાદ પ્લોટ કે રૂપિયા ન આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ ક્રિષ્ના ડેવલપર્સના પ્લોટ વેચવાનો પ્રયાસ કરવા અંગે પોલીસ તે તપાસ કરી રહી છે કે આરોપીએ કોઈ ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા છે કે કેમ. અને જો તે હકીકત સામે આવશે તો આરોપી વિરુદ્ધ કડક પગલા લેવાશે.


સાસુએ જમાઈ અને વેવાઈ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદની તપાસ કરતા પોલીસે પંકજ પટેલ અને રોમિલની સુરતથી ધરપકડ કરી છે. પરંતુ પોલીસ કસ્ટડીમાં આરોપી હોવા છતા પંકજ પટેલ વટ્ટ સાથે નજરે ચડ્યો. અને ખિસ્સામાં હાથ રાખી હસતા મોંએ પોતાની ધરપકડનો સ્વીકાર કરતો નજરે ચડ્યો. ત્યારે રૂપિયાના જોર પર વટ બતાવતા આવા વ્હાઇટ કોલર ક્રિમીનલને પોલીસ કાયદાના શું પાઠ ભણાવે છે તે જોવુ મહત્વનું છે.


આ પણ વાંચો : 


હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, નોકરીમાં શૈક્ષણિક લાયકાતથી ઉપરવટ જઈને નિમણૂંક ન કરી શકાય