અંબાજીમાં ચીકીનો પ્રસાદ જોઈ ભક્તો ભડક્યા, બોલ્યા-અમને તો મોહનથાળ જ જોઈએ

Ambaji Temple Mohanthal Prasad Change : અંબાજી મંદિરમાં સતત બીજા દિવસે મોટી સંખ્યામાં ઉમેટલા ભક્તોએ ચીકીનો પ્રસાદ આપવાના નિર્ણય સામે દર્શાવી નારાજગી.. કહ્યું- માના ધામમાં તો મોહનથાળ જ હોવો જોઈએ.. 
 

અંબાજીમાં ચીકીનો પ્રસાદ જોઈ ભક્તો ભડક્યા, બોલ્યા-અમને તો મોહનથાળ જ જોઈએ

Ambaji Temple Mohanthal Prasad Change અલકેશ રાવ/બનાસકાંઠા : શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માઁ અંબાના ધામ અંબાજી મંદિરમાં ભક્તોને મળતો મોહનથાળનો પ્રસાદ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવાતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે જેને લઇને આવતીકાલે હિન્દુ સંગઠનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરશે.

અંબાજી મંદિરમાં વર્ષોથી રાજભોગ તરીકે ચડાવવામાં આવતો મોહનથાળનો પ્રસાદ અંબાજી ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા બંધ કરી અને મોહનથાળની જગ્યાએ ચીકીનો પ્રસાદ આપવાનું શરૂ કરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા બે દિવસથી આ નિર્ણય કરાતા ફક્ત બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. હેર ઠેર લોકો દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાઈ રહી છે. ત્યારે જો આવતીકાલે એટલે કે સોમવાર સુધીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરાય તો પાલનપુરમાં હિન્દુ સમાજના અનેક સંગઠનો પાલનપુરમાં આવેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચશે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાશે અને તે બાદ પણ જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવાની સંગઠનો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે.

અંબાજી મંદિરમાં પ્રસાદ મામલે યાત્રિકોમાં સતત આક્રોશ જોવા મળી રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કર્યાનો આજે બીજો દિવસ છે. રવિવારના પગલે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. માતાજીનો પ્રસાદ લેવા પણ ભક્તોની લાઈનો જોવા મળી હતી. પરંતું ચીકીનો પ્રસાદ જોઈ યાત્રિકો ભડક્યા હતા. તેઓએ કહ્યું હતું કે, અમારે તો મોહનથાળનો પ્રસાદ જોઈએ. ગમે તે ભોગે મોહનથાળનો પ્રસાદ ફરી શરુ થાય તેવી માંગ ભક્તોએ કરી છે. 

આ પણ વાંચો : 

અંબાજી મંદિરમાં વર્ષોથી ધરાવવામાં આવતો મહાપ્રસાદ મોહનથાળ શરૂ કરવા કરણી સેનાએ માંગ કરી છે. કરણી સેનાના જેપી જાડેજાએ જણાવ્યું કે, લાખો માઇ ભક્તોની શ્રદ્ધા સાથે ખિલવાડ કોઈ કાળે ચલાવી નહીં લઈએ. સરકાર આ બાબતે દખલગીરી કરી ઘટતું કરે એવી માંગણી કરી છે. 

ભારત રક્ષા મંચના સંયોજક કૌશલ જોશીએ જણાવ્યું કે, આવતી કાલે અમે બ્રહ્મ સમાજના અનેક સંગઠનો સહીત લોકો મોટી સંખ્યામાં જિલ્લા કલેકટરને આવેદન પાઠવીશું.

જાગીરદાર જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું કે, અમે સૌ સમાજના લોકો આવતીકાલે ભેગા થઇ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીશું.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news