ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારી નોકરીમાં શૈક્ષણિક લાયકાતથી ઉપરવટ જઈને નિમણૂંક ન કરી શકાય

Gujarat Highcourt : ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે, માત્ર શૈક્ષણિક લાયકાત વધારે હોવાથી જાહેરાતમાં દર્શાવેલી શરતોનો ભંગ કરીને નિમણૂંક ન આપી શકાય. સાથે જ હાઈકોર્ટે જણાવ્યું કે, જે ઉમેદવાર પાત્રતા ધરાવે છે તેને નિમણૂંકથી વંચિત ન રાખી શકાય

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, સરકારી નોકરીમાં શૈક્ષણિક લાયકાતથી ઉપરવટ જઈને નિમણૂંક ન કરી શકાય

Gujarat Highcourt : જે પદ માટે જેટલી શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત હોય તે મુજબ જ ભરતી કરવી. નહિ તો તેનાથી ઉપરવટ જઈને કે ક્રાઈટેરિયાથી બહાર જઈને અન્ય ઉમેદવારની નિમણૂંક ન કરી શકાય. તેવો ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. સાથે જ હાઈકોર્ટે જણાવ્યું કે, જે ઉમેદવાર પાત્રતા ધરાવે છે તેને નિમણૂંકથી વંચિત ન રાખી શકાય.

સત્તાધીશોએ બીએડની ડિગ્રી ધરાવતા ઉમેદવાર સુરેખાબેનને પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના કો-ઓર્ડિનેટર કમ રસોઈયા નિમ્યા હતા. ત્યારે આ નિમણૂંકનો વિરોધ ભાવનાબેન પરમાર દ્વારા કરાયો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે, 11 ફેબ્રુઆરી, 2016 ના રોજ ઓથોરિટીએ પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના કો-ઓર્ડિનેટર કમ રસોઈયાની જાહેરાત બહાર પાડી હતી. આ જગ્યા માટે એસએસસી પાસની લાયકાત જરૂરી હતી. ત્યારે આ અંગે અરજી કરાઈ હતી.

આ પણ વાંચો : 

આ કેસમાં ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે, માત્ર શૈક્ષણિક લાયકાત વધારે હોવાથી જાહેરાતમાં દર્શાવેલી શરતોનો ભંગ કરીને નિમણૂંક ન આપી શકાય. સાથે જ હાઈકોર્ટે જણાવ્યું કે, જે ઉમેદવાર પાત્રતા ધરાવે છે તેને નિમણૂંકથી વંચિત ન રાખી શકાય.

હાઈકોર્ટે નોંધ્યું કે, કોઈ પણ પસંદગી પ્રક્રિયા દર્શાવેલી પ્રક્રિયા અનુસાર જ થવી જોઈએ. જ્યારે જાહેરાતમાં પસંદગીના ધોરણો નિર્દિષ્ઠ હોય ત્યારે પછી તેમાં કોઈ છૂટથછાટ કે રાહતને અવકાશ હોતો નથી. તેથી સત્તાધીશોએ એસએસસી પાસની લાયકાતને જ ધ્યાનમાં રાખવી. 

હાઈકોર્ટે સુરેખાબેનની અરજીને ફગાવી હતી. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news