અમદાવાદની શાળામાંથી વિદ્યાર્થી ગુમ, બહાર નીકળતા તો દેખાયો, પણ 24 કલાક પછી પણ ઘરે ન પહોંચ્યો
Ahmedabad School Kid Missing : અમદાવાદના ઠક્કરનગરની રઘુવીર શાળામાંથી ધોરણ નવનો વિદ્યાર્થી ગૂમ..... વાલીઓએ શાળા પર ઉઠાવ્યા સવાલ.... ટોર્ચરિંગનો લગાવ્યો આરોપ....
Child Missing : અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં આવેલી રઘુવીર શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી માનવ ગુમ થયો છે. ગઈકાલે સ્કૂલમાં ગયા બાદ માનવ ઘરે ન પહોંચતા વાલીઓ ચિંતિત થયા હતા. ધોરણ-9માં અભ્યાસ કરતો માનવ 24 કલાકની શોધખોળ બાદ વાલીઓ શાળામાં પહોંચ્યા હતા. જ્યાં સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું કે, વિદ્યાર્થી શાળામાંથી નીકળી ગયો હતો, તેના બાદ ઘરે પહોંચ્યો નથી. વાલીઓની ફરિયાદ બાદ શાળાના સંચાલકોએ યોગ્ય જવાબ ન આપતા વાલીઓમાં રોષ વ્યાપી નીકળ્યો છે.
અમદાવાદનાં ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા માનવ નામનો વિદ્યાર્થી શુક્રવારથી ગુમ થયો હતો. 24 કલાક વિદ્યાર્થીની શોધખોળ કર્યા બાદ વાલીઓ શાળાએ પૂછપરછ માટે પહોંચ્યા હતા. પરંતુ વાલીને શાળા દ્વારા યોગ્ય જવાબ મળ્યો ન હતો. જેથી લાચાર માતાપિતા ગુસ્સે થયા હતા. જેથી વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો. હોબાળા બાદ સ્કૂલના સંચાલકોએ પોલીસ સ્ટેશનમાં જવાબ નોંધાવ્યો હતો. સ્કૂલના સંચાલક કુલદીપભાઈએ જણાવ્યું કે, માનવે તેના સાથે વિદ્યાથીનું અસાઈમેન્ટ ચોર્યું હતું માટે તેના વાલીને બોલાવ્યા હતા અને બહાર બેસાડવામા આવ્યો હતો. પરંતુ તેના માતાપિતા આવે તે પહેલા જ માનવ સ્કૂલમાંથી ભાગી ગયો હતો.
આ પણ વાંચો :
ગુજરાતીઓ બાયોડેટા તૈયાર રાખજો, સરકારી નોકરીનો આ ગોલ્ડન ચાન્સ ગુમાવશો નહિ
ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, સરકાર લઈ રહી છે આ નિર્ણય
માતાનો વલોપાત, શાળા મને મારો માનવ શોધીને આપે
વાલીને બોલાવવાની ઘટના બાદથી માનવ સ્કૂલથી જ ગુમ થયો હતો. જેના બાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો. માનવને શોધતા તેનો પરિવાર શાળામાં પહોંચ્યો હતો. માનવની માતાએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલની બેદારકારીને કારણે જ અમારો માનવ ગુમ થયો છે અને સ્કૂલ દ્વારા આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
કાળજાનો કટકો ગણી જે દીકરીને 20 વર્ષ સાથે રાખી તેણે માતા સાથે 20 સેકન્ડ વાત ન કરી