કાળજાનો કટકો ગણીને જે દીકરીને 20 વર્ષ સાથે રાખી તે માતા સાથે 20 સેકન્ડ વાત કરવા પણ તૈયાર ન હતી

Gujarat News : પોલીસ સ્ટેશનમાં એક માતા તેની પુખ્ત દીકરી સામે કરગરી, પરંતું દીકરી જોયા વગર તેના પ્રેમી સાથે નીકળી ગઈ
 

કાળજાનો કટકો ગણીને જે દીકરીને 20 વર્ષ સાથે રાખી તે માતા સાથે 20 સેકન્ડ વાત કરવા પણ તૈયાર ન હતી

Gujarat : કેટલીકવાર સંતાનો એવા નિર્ણયો લેતા હોય છે કે મા બાપને એમ થાય કે આના કરતાં સંતાનો ના હોય તો સારું. તમે પણ આ પ્રકારનો સ્વભાવ અને માનસિકતા ધરાવો છો તો આ કિસ્સો ખાસ વાંચી લેજો. કારણ કે એ જ મા બાપ પેટે પાટા બાંધીને તડકી છાંયડીને ભૂલને તમને મોટા કરે છે. અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં દિલ દિમાગને ઝંઝોળી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ મથકમાં એક માતા પોતાની દીકરીને કાલાવાલા કરી રહી હતી કે, બેટા મેં તને જન્મ આપ્યો છે અને ૨૦ વર્ષ સુધી તું મારા સાથે દિલનો ટુકડો બનીને રહી છે. આજે મારી સાથે 20 સેકન્ડ વાત તો કરી લે.

ખરેખર તો, પોલીસ સ્ટેશનમાં આ બધુ નજરે જોનારા દરેકના મનમાં હતું કે આ શું છે. એક મા કેમ એક દીકરીને કરગરી રહી છે. દરેકના મનમાં આ જ સવાલ હતો કે શું છે આ? દીકરીએ જનેતાની સામે પણ જોયા વગર પોલીસને કહ્યું હતું કે, મારે કોઈ જ વાત કરવી નથી. દીકરીનો આ જવાબ સાંભળતા જ માતા ભાંગી પડી હતી અને જમીન પર બેસી ગઈ બોલી હતી કે, જો દીકરીના બદલે પથરો જણ્યો હોત તો સારું એ સમયે એવો અહેસાસ થઈ ગયો હતો.

આ પણ વાંચો : 

અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં દીકરીને મનાવવા માટે માતા કાલાવાલા કરતી હતી અને જે વિનંતી કરતી હતી, તે જોઈને કઠણ હૃદયની પોલીસ પણ પીગળી ગઈ હતી. દીકરી પુખ્ત વયની હોવાથી તે પોતાની જિંદગીના નિર્ણયો જાતે લઈ શકે તેવો કાનૂની અધિકાર તેને મળ્યો હોવાથી માવતરની સાથે સાથે પોલીસ પણ લાચાર હતી. આખરે દીકરીએ માતાની સામે પણ જોયા વગર પોતાના પ્રેમી સાથે રહેવાનું નિવેદન પોલીસે તેને તેના પ્રેમીની સાથે જવા દેવી પડી હતી.

દીકરીનું આ વર્તન જોઈ માતા સહિત તેના પરિવારના સભ્યો તો ઠીક, પરંતુ પોલીસ પણ ચોંકી ઊઠી હતી.  પ્રેમી યુવકના પ્રેમમાં એટલી પાગલ બની ગઈ કે તે માતાની સાથે વાત કરવાની દૂર પણ માતાની સામે જોવા પણ રાજી ન હતી. જ્યારે પોલીસ દીકરીને લઈને તેની માતા પાસે ગઈ ત્યારે દીકરીએ એક વાર પણ તેની માતા સામે જોયું નહીં અને માતાનું હૃદય ભાંગી પડ્યું હતું. 

આ પણ વાંચો : 

દીકરીનું આ વર્તન જોઈ માતા સહિત તેના પરિવારના સભ્યો તો ઠીક પરંતુ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ખરેખર છોકરાઓ પ્રેમમાં એ ભૂલી જાય છે કે આ એ જ મા બાપ છે જે તમને કંઈ પણ ના થાય એ માટે 20 વર્ષ સુધી તમને સાચવે છે. તમને ભણાવે છે અને સમજાવે છે એ લાયક બનાવે છે કે તમે સમાજમાં કંઈક બની શકો. જ્યારે તમે મોટા થાઓ અને પોતાનો નિર્ણય પોતાની રીતે લેતા થાઓ ત્યારે મા બાપને તરછોડી દો ત્યારે એવી સ્થિતિ પેદા થાય છે કે મા બાપ અંધારા ખૂણે એકલા રડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news