અમદાવાદ : અમદાવાદના ટ્રાફિક નિયમો લઇને પોલીસનું કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને ટ્રાફિક જામની સ્થિતી જોવા મળી રહી છે. રિલીફ રોડ પર વેપારીઓ અને ગ્રાહકોએ નિયમોનું પાલન કરવું પડશે. જો કે પોલીસની કડક કાર્યવાહી સામે વેપારીઓએ બંડ પોકાર્યો છે. વેપારીઓએ બંધ પાળીને ટ્રાફિક પોલીસની કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો છે વેપારીઓને વગર કારણે હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ વેપારીઓએ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ: પીએસઆઇ તરીકે ઓળખ આપીને ઉદયપુરમાં 55 હજાર રૂપિયા પડાવ્યા
શહેરના ભરચક એવા રિલીફ રોડ પર કરવામાં આવતા આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકજામની સ્થિતી સર્જાઇ છે. જેના પગલે શુક્રવારે ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલી ડ્રાઇવના વિરોધમાં રીલીફ રોડનાં વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે. પોલીસ રોડ પર વાહન પાર્ક કરવા બાબતે ખોટી રીતે દંડ વસુલતી હોવાનો આક્ષેપ વેપારીઓએ લગાવ્યો છે. 


રાજકોટમાં નકલી પોલીસને આતંક, વેપારી પાસેથી 75 હજાર રૂપિયા પડાવ્યા
નજીવા કારણોસર વાહન ઉભુ રહે તો પણ દંડ વસુલાતો હોવાનો આરોપ વેપારીઓએ પોલીસ પર લગાવી રહ્યા છે. જે અંગે રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક વેપારી એસોસિએશન પ્રમુખ મેઘરજ દોદવાનીએ જણાવ્યું કે, ટ્રાફિકની ટીમ 100-200 માણસોને લઇને વેપારીઓ આતંકવાદીઓ હોય તેવું વર્તન કરે છે. 


દ્વારકા: ગણેશ ચતુર્થીના દિવસે મહિલાએ 4 હાથ અને 4 પગ વાળા બાળકને જન્મ આપ્યો
દુકાનદારોએ પાર્કિંગ પ્લેસ પર વાહન પાર્ક કર્યું હોય તો દંડ વસુલવામાં આવે છે. બીજી તરફ ગ્રાહકો કોઇ વસ્તુ ખરીદી કરવા કે એટીએમમાં રૂપિયા ઉપાડવા આવે ત્યારે વાહનો ચાલકોને દંડ વસુલાય છે. જો માલસામાન લોડ કરવા દુકાન પાસે વાહન ઉભુ રહે તો દંડ વસુલવામાં આવે છે. ટ્રાફીક પોલીસની દાદાગીરી બંધ નહી થાય તો 500 વેપારી અચોક્કસ મુદ્દત માટે બંધનું એલાન કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર