રાજકોટ: પીએસઆઇ તરીકે ઓળખ આપીને ઉદયપુરમાં 55 હજાર રૂપિયા પડાવ્યા

રાજકોટમાં આમ તો ભુતકાળમાં નકલી પોલીસની ઓળખ આપીને લોકોને છેતરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હવે નકલી પીએસઆઇની ઓળખાણ આપી છેતરપિંડી કરવાનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં મોટોડા જીઆઇડીસીમાં આવેલા એક યુનિટમાં માર્કેટિંગનું કામ કરતા સાગર ભાલારાએ લીંબડીના પ્રકાશ દેસાણી જેલમાં છે. 
રાજકોટ: પીએસઆઇ તરીકે ઓળખ આપીને ઉદયપુરમાં 55 હજાર રૂપિયા પડાવ્યા

રાજકોટ : રાજકોટમાં આમ તો ભુતકાળમાં નકલી પોલીસની ઓળખ આપીને લોકોને છેતરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હવે નકલી પીએસઆઇની ઓળખાણ આપી છેતરપિંડી કરવાનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં મોટોડા જીઆઇડીસીમાં આવેલા એક યુનિટમાં માર્કેટિંગનું કામ કરતા સાગર ભાલારાએ લીંબડીના પ્રકાશ દેસાણી જેલમાં છે. 

ફરિયાદી માર્કેટિંગના કામમાં હતો ત્યારો આપોરી પ્રકાશ દેસાણીનો ફોન આવ્યો પોતે રાજકોટ ક્રાઇમબ્રાંચના પીએસઆઇ જાડેજા તરીકે ઓળખ આપી હતી. પોતાના પરિવારનો ઉદયપુરમાં અકસ્માત થયો છે. મેડીકલ ઇમરજન્સી હોવાનું કહીને તેની કંપનીના ઉધયપુર ડિસ્ટ્રીબ્યુટરને ફોન કરીને 30 હજાર રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. 

ઉદયપુર ડિસ્ટ્રીબ્યુટર પાસે 30 હજાર રૂપિયા લેવા ગયેલી મહિલાઓએ વધારે 25 હજાર રપિયાની માંગ કરી હતી. ત્યાર બાદ નકલી પીએસઆઇ બનનારા પ્રકાશ દેસાણીએ ફરિયાદી સાગરને ફોન કરી ઉદયપુર મોકલાવેલા 55 હજાર રૂપિયા તેના પોલીસ કોન્સ્ટેબલ મારફતે મોકલી આપશે તેવું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news