ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત ડ્રગ્સ માટે બદનામ થઈ ગયુ છે. અત્યાર સુધી ગુજરાતમાં આવેલી દરિયાઈ સીમામાંથી સફેદ ઝેર મળી આવ્યું હોવાના ઘણા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. પરંતુ એક નવી જ મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ ગુજરાત ATS એ કર્યો છે. જેમાં "કેનાબીજ" એટલે કે ગાંજાના છોડના તેલમાંથી કુકીઝ બનાવવમાં આવી રહી છે. ગાંજાના છોડમાંથી જે બિયાં નીકળતા હોય છે, તેમાંથી તેલ નીકળતું હોય છે અને આ તેલને કુકીઝ એટલે કે બિસ્કિટમાં ભેળવીને વેચનારા ત્રણ શખ્સો ધરપકડ કરાઈ છે. આરોપી જય કિશન ઠાકોર, અંકિત ફુલહરી અને સોનુની ધરપકડ કરાઈ છે. ગાંધીનગર sog ને આરોપીઓને મુદામાલ સહિત સોંપવામાં આવ્યા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી હતી મોડેસ ઓપરેન્ડી


  • ગાંજાના તેલ માંથી બિસ્કીટ બનાવતા હતા અને વેચતા

  • 1 બિસ્કિટ રૂપિયા 4000 માં વેચતા હતા

  • ગાંજાના છોડના બીયામાંથી જે તેલ નીકળે તે પણ વેચતા હતા

  • 1 ગ્રામ ગાંજાનું તેલ રૂપિયા 2500 થી 3000 માં વેચતા હતા


આ પણ વાંચો : કોમન ટોયલેટમાં મહિલાઓ જવાનું ટાળતી, તેથી અમદાવાદમાં હવે મહિલાઓ માટે બનશે ખાસ ‘પિંક ટોયલેટ’


ગુજરાત ATSએ ગાંધીનગરની હદમાં આવેલા ભાટ ટોલટેક્ષ નજીક આવેલી એક રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા. જેમાં નશાયુક્ત બિસ્કિટ વેચનાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સો છેલ્લા એક વર્ષથી આ નશાનો કાળો કારોબાર આ રેસ્ટોરન્ટમાં ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગરમાંથી ATS એ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભાટ ટોલનાકા પાસેના ચૂલા ચિકન નામના રેસ્ટોરન્ટમાંથી ડ્રગ્સ મળ્યું છે. રેસ્ટોરન્ટમાં મળેલા એમેઝોનના બોક્સમાં ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપી પકડાયા છે. આરોપી CBD અને THC ઓઇલના કુકીઝ વેચતો હતો. ગાંજામાંથી નીકળતા તેલમાંથી આ કુકીઝ બનાવાય છે. આરોપી એક બિસ્કિટ ચાર હજાર રૂપિયામાં વેચતો હતો, સાથે જ તે ગાંજાનું તેલ પણ વેચતો હતો. આ તેલની કિંમત એક ગ્રામના 2500 થી 3000 રૂપિયા જેટલી હતી. છેલ્લા એક વર્ષથી આરોપીઓ ડ્રગ્સના વેપલા સાથે સંકળાયેલા છે. એટીએસએ ત્રણેય આરોપીઓને અડાલજ પોલીસને સોંપ્યા છે.


આ પણ વાંચો : આ એ જ અબ્બાસ છે, જેઓ PM મોદીની સાથે રહીને મોટા થયા, હાલ ક્યાં રહે છે અને શું કરે છે તે જાણો


ગુજરાત ATS એ રેસ્ટોરન્ટમાંથી જય કિશન ઠાકોર, અંકિત રાજકુમાર ફુલહરી તથા સોનુ નામના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાત ATS દ્વારા તેઓની ધરપકડ કરીને અડાલજ પોલીસના હવાલે કર્યાં છે. ઉપરાંત આ સમગ્ર કેસની તપાસ ગાંધીનગર SOG પોલીસ આગળના સમયમાં હાથ ધરશે. કારણ કે NDPS ના કેસની તપાસની સત્તા એસઓજી હસ્તગત રહેતી હોય છે. ગુજરાત ATS ની ટીમ દ્વારા ભાટ ટોલ ટેક્ષ નજીક આવેલી ચૂલા ચિકન નામની રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા. તે સમયે આરોપી જય કિશન ઠાકોર પાસેથી એમેઝોનના બોક્સ પણ મળી આવ્યા હતા. જેમાં તેઓ ડિલિવરી કરતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે.


ઉલ્લેખનીય છે કે આરોપીઓ પાસેથી નશાયુક્ત 2 બિસ્કિટ અને ત્રણ લાડુ પણ મળી આવ્યા છે. આ તમામ ખાદ્ય પદાર્થમાં ગાંજાનો નશો ભેળવીને હજારો રૂપિયામાં વેચવામાં આવતો હોવાની વાત સામે આવી છે. હાલ તો 1.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.