આ એ જ અબ્બાસ છે, જેઓ PM મોદીની સાથે રહીને મોટા થયા, હાલ ક્યાં રહે છે અને શું કરે છે તે જાણો
Who is Abbas: પીએમ મોદીએ પોતાના જે મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો. આખરે સોશિયલ મીડિયા પર અબ્બાસને શોધવા માટે ઘોડાપૂર ઉમટ્યું હતું અને અનેક અટકળો વહેતી થઈ હતી, તેની હકીકત આખરે સામે આવી ગઈ છે.
Trending Photos
Abbas Bhai PM Modi Childhood Friend: પીએમ મોદીના મુસ્લિમ મિત્ર 'અબ્બાસ' વિશે ગઈકાલ (શનિવાર)થી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. પીએમ મોદીએ પોતાની માતા હીરાબાના 100મા જન્મદિવસ પર બ્લોગ લખીને અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બાળપણમાં એક રીતે અબ્બાસ અમારા ઘરે રહીને ભણ્યો હતો. અમારા બધા બાળકોની જેમ માતા પણ અબ્બાસનું ખૂબ ધ્યાન રાખતી હતી. ઈદના સ્પેશિયલ અવસરે માતા અબ્બાસ માટે પોતાની પસંદગીની વાનગીઓ બનાવતી હતી.
પીએમ મોદીએ પોતાના જે મિત્ર અબ્બાસનો ઉલ્લેખ કર્યો હતો. આખરે સોશિયલ મીડિયા પર અબ્બાસને શોધવા માટે ઘોડાપૂર ઉમટ્યું હતું અને અનેક અટકળો વહેતી થઈ હતી, તેની હકીકત આખરે સામે આવી ગઈ છે. પીએમ મોદીના બાળપણના મિત્ર અબ્બાસ હાલમાં પોતાના નાના પુત્ર સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. જો કે, તેમનો મોટો પુત્ર મહેસાણા જિલ્લાના ખેરાળુ પાસેના કેસિમ્પા ગામમાં રહે છે. આ વાતની પુષ્ટિ ખુદ પીએમ મોદીના ભાઈ સોમાભાઇ મોદીએ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અબ્બાસ વડનગરની પાસેના રસૂલપુર ગામે રહેતા હતા. આ ગામ મુસ્લિમ વસ્તી ધરાવનારું છે. નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ અબ્બાસ મારા નાના ભાઇ પંકજ મોદીની ઉંમરના હતા, જેથી તેમના મિત્ર બની ગયા હતા. ત્યારબાદ અમારા પિતા દામોદરદાસે અબ્બાસની જવાબદારી ઉપાડીને તેણે અમારા ઘરે લઈ આવ્યા હતા.
પીએમ મોદીના ભાઈએ અબ્બાસ વિશે જણાવ્યું હતું કે, અમારા ઘરે રહેતો અબ્બાસ મોટો થઈને ગુજરાત સરકારના નાગરિક પૂરવઠા વિભાગમાં વર્ગ-2 અધિકારી તરીકે જોડાયા. અને ગયા વર્ષે જ તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે.
પોતાના બ્લોગમાં અબ્બાસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે 'માતા હંમેશા બીજાને ખુશ જોઈને ખુશ રહે છે. ઘરમાં જગ્યા ભલે ઓછી હોય, પણ તેનું દિલ ઘણું વિશાળ છે. તેના ઉદાહરણ તરીકે, પીએમ મોદીએ કહ્યું કે અમારા ઘરથી થોડે દૂર એક ગામ હતું, જ્યાં મારા પિતાના ખૂબ જ નજીકના મુસ્લિમ મિત્રો રહેતા હતા. તેમનો પુત્ર હતો અબ્બાસ...
અબ્બાસને ઘરે લાવ્યા હતા પિતાજી: મોદી
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, મિત્રના અકાળે મૃત્યુ બાદ પિતા લાચાર અબ્બાસને અમારા ઘરે લાવ્યા હતા. એક રીતે જોઈએ તો અબ્બાસ અમારા ઘરે રહીને ભણતો. અમારા બધા ભાઈ-બહેનોની જેમ માતા પણ અબ્બાસનું ખૂબ ધ્યાન રાખતી. ઈદ પર માતા અબ્બાસ માટે પોતાની પસંદગીની વાનગીઓ બનાવતી હતી. એટલું જ નહીં, અમારી આસપાસના કેટલાક બાળકો તહેવારોમાં આવીને ભોજન લેતા હતા. તેમણે પણ મારી માતાએ બનાવેલું ભોજન ખૂબ જ પસંદ હતું.
માતાના જન્મદિવસ પર જણાવી અજાણી વાતો
પીએમ મોદીએ પોતાના બ્લોગમાં આગળ લખ્યું હતું કે, 'અમારા ઘરની આસપાસ જ્યારે પણ કોઈ ઋષિ-મુનિઓ આવતા, ત્યારે માતા તેમને ઘરે બોલાવીને ભોજન કરાવતી. જ્યારે તે વિદાય થતા ત્યારે અમારી માતા પોતાના માટે નહિ પરંતુ અમારા ભાઈ-બહેનો માટે આશીર્વાદ માંગતી હતી. ઋષિ-મુનિઓને અમારી માતા કહેતી હતી કે, 'મારા બાળકોને આશીર્વાદ આપો' કે તેઓ બીજાના સુખમાં સુખ જુએ અને બીજાના દુઃખમાં દુઃખી રહે. મારા બાળકોમાં ભક્તિ અને સેવાભાવ પેદા થાય એવા આશીર્વાદ આપો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે