SP એ સપાટો બોલાવ્યો, અમદાવાદ ગ્રામ્યમાં પીઆઈ સહિત 14 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કર્યાં
Ahmedabad Police SP Action : એસપી અમિત વસાવાના ધ્યાને આવ્યું કે, તમામ કોન્સ્ટેબલો ભૂતિયા હતા... જેઓ પીઆઈ સાથે સેટિંગ કરીને મહિનામાં એકવાર હેડક્વાર્ટર જઈને હાજરી પૂરતા હતા
Ahmedabad Police : પોલીસ બેડામાં ફફડાટ ફેલાય તેવા સમાચાર વાયરલ થયા છે. અમદાવાદ ગ્રામ્ય SP અમિત વસાવાની કાર્યવાહીથી પોલીસબેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે. એસપીએ એક કાર્યવાહીમાં જિલ્લામાં 14 જેટલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં ખોટી હાજરી પુરનાર અને પ્રોત્સાહન આપનાર એક પીઆઈને પણ સસ્પેન્સ કરી દેવામાં આવ્યા હતા. આ 14 પોલીસ કર્મીઓ ફરજ પર હાજર ન રહેતા કાર્યાવાહી કરવામાં આવી હતી.
તમામ લોકો પીઆઈ સાથે સેટિંગ કરીને રજા પૂરતા હતા
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ પોલીસકર્મીઓ છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી હાજર ન રહેતા તેમના પર કાયદેસરના પગલા લેવામાં આવ્યા અને 14 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એસપીએ 13 ભૂતિયા કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યાં છે, જેઓ એક વર્ષથી ગેરહાજર હતા, છતાં હાજરી પત્રક પર ખોટી સહી કરતા હતા. આ તમામ કોન્સ્ટેબલો હાજરી માસ્ટર અને પીઆઈ એન જે ચૌહાણ સાથે સેટિંગ કરીને રજા પૂરતા હતા. માત્ર મહિનામાં એકવાર હેડક્વાર્ટર જઈને સહી કરતા હતા. આ બાબત એસપી અમિત વસાવાના ધ્યાનમાં આવી હતી અને તેઓએ તાત્કાલિક અસરથી પગલા લીધા હતા.
આ પણ વાંચો : જામનગર એરપોર્ટ પર ફ્લાઈટમાં બોમ્બની વાત અફવા, શંકાસ્પદ ન મળતા 10 વાગે ટેકઓફ કરાશે
કોને કોને સસ્પેન્ડ કરાયા
પીઆઈ એનજે ચૌહાણ
પ્રવીણગીરી
ક્રિપાલસિંહ
સિદ્ધરાજસિંહ
નિકુંજ
કિરતસિંહ
મનુભાઈ
જસ્મીન
પોપટ
રહેમાન
સંજયસિંહ
મિતેશ
વિજય
પ્રફુલ્લદાન
આ પણ વાંચો : ગુજરાતમાં નવા ડીજીપી કોણઃ સંજય શ્રીવાસ્તવ, કરવાલ, તોમર કે વિકાસ સહાય?
આ પોલીસકર્મીમાં કોનસ્ટેબલ અને અન્ય અધિકારીઓ પર પગલા લેવામાં આવ્યા હતા. આ કર્મચારીઓની પોલીસ રેકોર્ડ પર હાજરી રહેતી હતી પણ ફિઝિકલ રીતે તે કોઈપણ રીતે કામગીરીમાં હાજર રહેતા ન હતા જેથી તેમના પર કડક પગલા લેવામાં આવ્યા હતા. આ લોલમલોલ ઘણા સમયથી ચાલતી હતી અને પીઆઈ પણ તેમને છાવરી લેતા હતા. જેથી એમની પર પણ કાર્યવાહી થઈ છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસતંત્રમાં આવા કિસ્સાઓની નવાઈ નથી. પોલીસને રજાઓ માટે કડક પાબંદીઓ હોવાને પગલે પોલીસકર્મીઓ ગુલ્લીઓ મારતા હોય છે. આ કેસમાં તો પોલીસ કર્મીઓની હાજરી દેખાડાતી પણ કામગીરી ઝીરો હતી. આ અંગે ઉચ્ચકક્ષાઓ સુધી ફરિયાદો થતાં આ મામલે એસપી એક્શનમાં આવ્યા હતા. આખરે 14 પોલીસકર્મીઓને રવાના કરી દેવાયા છે.
આ પણ વાંચો : બોર્ડની પરીક્ષામાં ધરખમ ફેરફારો, હવે ઓછું રિઝલ્ટ આવશે તો સ્કૂલોનું હોમવર્ક વધી જશે