કોર્પોરેશનનો મોટો લોચો, જેલના કેદીઓને બદલે પોલીસ કર્મચારીઓને કોરોના પોઝિટિવ બતાવ્યા
હવે સમગ્ર રાજ્યમાં કોરોના ખતરો મંડરાઇ રહ્યો છે તેવામાં હોસ્પિટલ સત્તાધીશોની સામાન્ય ભૂલ પોલીસકર્મીઓના પરિવારની મુશ્કેલીઓ વધારી રહી છે. 27 એપ્રિલના રોજ 197 કોરોના પોઝિટિવ દર્દીઓની વિગત હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવી. જેમાં ક્રમશઃ 68 અને 191 નંબરમાં બન્ને પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર કરાયું હતું. પરંતુ હકીકત સાવ જુદી જ સામે આવી છે. આ બંન્ને પોલીસકર્મીઓ હેમખેમ છે. પરંતુ તેમની કામગીરી કેદી જાપ્તાની હોવાથી કેદીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં બે કેદીઓ ઇઝરાઈલ અને નવાબ ઉર્ફે કાલુને કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ આવ્યા હતા. જેને પગલે બંન્ને કેદીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. ત્યારે હવે કહી શકાય કે, સાબરમતી જેલ (sabarmati jail) સુધી પણ કોરોના પહોંચી ગયો છે.
મૌલિક ધામેચા / અમદાવાદ :હવે સમગ્ર રાજ્યમાં કોરોના ખતરો મંડરાઇ રહ્યો છે તેવામાં હોસ્પિટલ સત્તાધીશોની સામાન્ય ભૂલ પોલીસકર્મીઓના પરિવારની મુશ્કેલીઓ વધારી રહી છે. 27 એપ્રિલના રોજ 197 કોરોના પોઝિટિવ દર્દીઓની વિગત હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવી. જેમાં ક્રમશઃ 68 અને 191 નંબરમાં બન્ને પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર કરાયું હતું. પરંતુ હકીકત સાવ જુદી જ સામે આવી છે. આ બંન્ને પોલીસકર્મીઓ હેમખેમ છે. પરંતુ તેમની કામગીરી કેદી જાપ્તાની હોવાથી કેદીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં બે કેદીઓ ઇઝરાઈલ અને નવાબ ઉર્ફે કાલુને કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ આવ્યા હતા. જેને પગલે બંન્ને કેદીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. ત્યારે હવે કહી શકાય કે, સાબરમતી જેલ (sabarmati jail) સુધી પણ કોરોના પહોંચી ગયો છે.
ચોંકાવનારી વાત : અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોની બહાર પણ કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો
આમ, સાબરમતી જેલના બે કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જેલતંત્ર દોડતું થયું છે. કોર્પોરેશને કોરોનાની યાદીમાં ભૂલથી કેદીઓને બદલી પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ બતાવ્યા હતા. ઇઝરાયેલ નામના પોકસોના આરોપીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઇસનપુર પોલીસે આરોપીને પકડી જેલ હવાલે કર્યો હતો. ત્યારે મેડિકલ ચેકઅપ દરમ્યાન આરોપી ઇઝરાયેલને કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. સિવિલની કોવિડ હોસ્પિટલમાં બંને કેદીઓને સારવાર માટે ખસેડાયા છે.
વડોદરામાં કોરોનાના કેસ 100 થી 200 થતા ફક્ત 10 દિવસ લાગ્યા
ઉલ્લેખનીય છે કે, કોઈ પણ કેદીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાય છે ત્યારે તેની સાથે પોલીસકર્મીઓને રાખવા પડે છે. કેદીઓની તમામ સારસંભાળ કેદી જાપ્તામાં રહેલા પોલીસકર્મીએ રાખવાની હોય છે. જોકે આ કિસ્સામાં પોલીસકર્મીઓએ વિગત લખાવતા હોસ્પિટલ સ્ટાફે પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ બતાવી દીધા હતા. જોકે આ બનાવ એ વાતની ચાડી ખાય છે કે હોસ્પિટલ સત્તાધીશો કોરોના રિપોર્ટ કે પોઝિટિવ પેશન્ટની કેટલી દરકાર રાખી રહ્યું છે. એટલું જ નહિ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના પોઝિટિવનું લિસ્ટ જાહેર કરાયા બાદ પણ પોલીસકર્મીઓ સાથે કોઈ પૂછપરછ નથી કરવામાં આવી કે તેઓ ક્યાં કેવી પરિસ્થિતિમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર