ઈન્ટરનેશનલ ડાયરેક્ટરે કરી વિદેશી વિદ્યાર્થીનીની છેડતી, અમદાવાદની યુનિવર્સિટીનો કિસ્સો

Foreign Student molest By Director : અમદાવાદના બોપલમાં વિદેશી વિદ્યાર્થિની સાથે છેડતી કરાઈ... બોપલની હોસ્ટેલમાં છેડતી અને ધમકી આપ્યાનો આરોપ... દક્ષિણ આફ્રિકાની એક યુવતીએ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર સામે ફરિયાદ નોંધાવી... યુવતી રાંચરડામાં આવેલી ઈન્ડસ યુનિવર્સિટીમાં કરે છે અભ્યાસ 

ઈન્ટરનેશનલ ડાયરેક્ટરે કરી વિદેશી વિદ્યાર્થીનીની છેડતી, અમદાવાદની યુનિવર્સિટીનો કિસ્સો

Ahmedabad News : અમદાવાદના બોપલમાં વિદેશી વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના બની છે. દક્ષિણ આફ્રિકાની એક યુવતીએ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવે સામે ફરિયાદ કરી છે. તેણે હોસ્ટેલમાં છેડતી અને ધમકી આક્ષેપ કર્યો છે. રાંચરડામાં આવેી ઈન્ડસ યુનિવર્સિટીમાં આવેલી વિદેશી વિદ્યાર્થીએ આ આક્ષેપ કર્યાં છે. 

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, તે મૂળ દક્ષિણ આફ્રિકાની છે અને રાંચરડાની ઈન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તે અન્ય વિદેશ યુવતીઓ સાથે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે, જે બોપર રેલવે ગરનાળા પાસે આવેલી નીલકંઠ સોસાયટીમા આવેલી છે. આ વિદેશી વિદ્યાર્થીનીઓની મદદ માટે મૃદંગ દવેની ઈન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. મૃદંગ દવે પોતે પણ આ હોસ્ટેલમાં રહે છે. 

યુવતીએ વધુમાં કહ્યું કે, ગત 11મી સપ્ટેમ્બરના રોજ સાંજના સાડા છ વાગે ભોગ બનનાર વિદ્યાર્થિની હોસ્ટેલના ગ્રાઉન્ડ ફ્લોર પર જમવાનું લેવા માટે ગઈ હતી. ત્યારે મુદંગ દવેએ તેને પકડીને છેડતી કરી હતી. જેથી તે ડરીને તેની રૂમ તરફ દોડી ગઈ હતી. ત્યારે પણ મુદંગ દવે તેની પાછળ આવીને ફરીથી શારીરિક છેડતી કરી હતી. જો કે, યુવતી તેના રૂમમાં જતી રહી હતી. બીજા દિવસે મુદંગ દવેએ યુવતીને ધમકી આપી હતી કે, જો તે આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખશે. જેથી યુવતી ગભરાઇ ગઈ હતી. આ બાદ પણ  મુદંગ દવે વારંવાર તેને ગંદી નજરથી જોતો હતો. 

યુવતી સાથે 11 સપ્ટમ્બરે છેડતીની ઘટના બની હતી. આ બાદ તે એટલી ડરી ગઈ હતી કે, તે વડોદરામાં તેના પરિચિત પાસે રહેવા જતી રહી હતી. 22 સપ્ટેમ્બરે તેણે પોલીસ સ્ટેશનમાં છેડતી અંગેની ફરિયાદ નોંધી હતી. 

કોંગ્રેસનો આક્ષેપ
ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંકુલોમાં દીકરીઓના શોષણ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપતા જણાવ્યું કે, શિક્ષણને હચમચાવતો દાહોદનો કિસ્સો સામે આવ્યો છે. બોટાદમાં પણ માસુમ દીકરી સાથેનો કિસ્સો શરમજનક છે. શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓ સલામત ના હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. દાહોદની ઘટના વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ પર હોવાથી આવી ઘટનાઓ બની રહી છે. દાહોદ ઘટનાના આચાર્ય ભાજપની ભગીની સંસ્થા સાથે સંકળાયેલ છે. આજકોટ ઘટનામાં પણ ભાજપના પદાધિકારીઓ સામે આવ્યા છે. આવી પ્રવૃતિઓ કરનાર સામે કડક પગલા ભરે તો જ આવી ઘટના બંધ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news